Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

મુખ્યમંત્રી કમલનાથ અન્ય સહીત ધારાસભ્યો માસ્ક પહેરી વિધાનસભા પહોંચ્યા : ફ્લોર ટેસ્ટનું સસ્પેન્સ

કમલનાથે કહ્યું બંધક બનાવાયેલ ધારાસભ્યોને મુક્ત કરાવાય પછી જ ફ્લૉરે ટેસ્ટ

ભોપાલ : મધ્યપ્રદેશમાં કમલનાથ સરકારના ફ્લોર ટેસ્ટ પર સર્જાયેલા સસ્પેંસ વચ્ચે આજે મધ્યપ્રદેશ વિધાનસભામાં કોરોના વાયરસનો ભય પણ જોવા મળ્યો હતો. આજે વિધાનસભાના પ્રારંભ સાથે મુખ્યમંત્રી કમલનાથ અને અન્ય ધારાસભ્યો માસ્ક પહેરી વિધાનસભા પહોંચ્યા હતા.

 આજે કમલનાથ સરકારને ફ્લોર ટેસ્ટ કરવાનો આદેશ રાજ્યપાલએ આપ્યો હતો. મુખ્યમંત્રી કમલનાથએ અગાઉ કહ્યું હતું કે ભાજપએ તેમના ધારાસભ્યોને બંધક બનાવ્યા છે. તેમને મુક્ત કરવામાં આવે ત્યારબાદ તેઓ ફ્લોર ટેસ્ટ આપશે.

(11:42 am IST)