Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

ભારતીય બંદરોએ અન્ય દેશના જહાજોને નો એન્ટ્રી : 703 જહાજ પરના 25,504 યાત્રીઓને અટકાવ્યા

કોરોના વાયરસના સંકટને ધ્યાને રાખી આ તમામને ભારતમાં પ્રવેશતા રોકવામાં આવ્યા

નવી દિલ્હી : કોરોના વાયરસના કહેરને રોકવા માટે સરકાર તમામ પ્રકારની સાવધાની રાખી રહી છે. દુનિયાએ જ્યારે આ વાયરસને લઈ ગંભીરતા જાણી તે પહેલા જ ભારતીય એરપોર્ટ પર સ્ક્રિનીંગનું કામ શરૂ કરી દીધું હતું. 13 માર્ચ સુધીમાં ભારતના બંદરો પર 25 હજારથી પણ વધારે લોકોને ઉતરવાની મંજૂરી આપી નથી.

માલ ચડાવવા અને ઉતારવાના પ્રતિબંધ ઉપરાંત સરકારે કોરોના વાયરસથી પ્રભાવિત દેશોમાંથી આવેલા કોઈ પણ આંતરરાષ્ટ્રીય ક્રૂઝ જહાજ, ચાલકના સભ્યો તથા યાત્રિઓને ભારતીય તટ વિસ્તારમાં 31 માર્ચ સુધી ઉતરવાની મંજૂરી નથી આપી. આ પ્રતિબંધ ગત અઠવાડીયે લગાવ્યો છે. જો કે, દેશમાં પ્રમુખ બંદરો પર તો 1 ફેબ્રુઆરીથી જ કોરોના વાયરસથી પ્રભાવિત દેશોની યાત્રા પર પ્રતિબંધ લાગૂ થયો છે.

આ અંગે એક અધિકારીએ જણાવ્યું હતું કે, 13 માર્ચ સુધી ચીન અથવા કોરોના વાયરસથી પ્રભાવિત દેશોથી આવતા 703 જહાજ પર સવાર થયેલા કુલ 25,504 યાત્રિ અને ચાલક દળના સભ્યો ભારતીય તટ વિસ્તારમાં આવ્યા હતા. જોકે, કોરોના વાયરસના સંકટને ધ્યાને રાખી આ તમામને ભારતમાં પ્રવેશતા રોકવામાં આવ્યા છે.

(12:00 am IST)