Gujarati News

Gujarati News

News of Monday, 16th March 2020

બ્રિટનમાં કોરોના વાયરસનો કહેર :મહારાણી એલિઝાબેથને શાહી પેલેસમાં શિફ્ટ કરાયા

લંડન : સમગ્ર દુનિયાની સાથે સાથે બ્રિટેનમાં પણ કોરોના વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે.યુકેમાં 70થી પણ વધારે લોકોને કોરોના વાયરસથી પીડિત છે. આ જ કારણ છે કે, રાણી એલિઝાબેથ બીજાને લંડનના બકિંઘમ પેલેસમાંથી વિંડસર કૈસલમાં શિફ્ટ કરાયા છે.

બ્રિટેનમાં કોરોના વાયરસના કારણે મૃત્યાંક 21 સુધી પહોંચી ગયો છે. મરનારા લોકોની સંખ્યા દિવસેને દિવસે વધતી જાય છે. 93 વર્ષીય મહારાણી અને તેમના 98 વર્ષીય પતિ, પ્રિંસ ફિલિપને આગામી દિવસોમાં નોરફોકમાં શાહી સૈડ્રિંઘમ એસ્ટેટમાં રખાય તેવી સંભાવના છે. કોરોના વાયરસ સામે લડવા માટે ત્યાં કડક કાર્યવાહી થઈ રહી છે. 

(12:00 am IST)