Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોથી ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉને હચમચાવવાનું કાવતરું ઝડપાયું : અનેક મોટા ગજાના નેતાઓ નિશાન ઉપર હતા

ઉત્તર પ્રદેશના લખનઉથી મોટા સમાચાર બહાર આવ્યા છે. બોમ્બ બ્લાસ્ટથી લખનૌ શહેરને હચમચાવવા માટે કેરળથી આવેલા પીએફઆઈ સંગઠનના બે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે.

  તેમની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી પણ મળી આવી છે.  યુપી ના સંખ્યાબંધ મોટા નેતાઓને નિશાન બનાવવના હોવાના પ્રાથમિક અહેવાલો મળે છે. આ આતંકીઓ સાથેનું  બાંગ્લાદેશનું જોડાણ પણ મળી આવ્યું છે.

પકડાયેલા આરોપીઓ પી.એફ.આઈ. સંગઠનના સભ્યો હોવાનું પણ બહાર આવ્યું છે.

(10:23 pm IST)