Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

IPO માટેની કિંમત ૯૩-૯૪ રૂપિયા નક્કી કરી

રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાનો IPO આજથી ખુલશે

મુંબઇ તા. ૧૬ : સાર્વજનિક ક્ષેત્રની કંપની રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ગુરૂવારે પોતાના IPO માટે બોલીની મર્યાદા ૯૩-૯૪ રૂપિયા નક્કી કરી, અને સામાન્ય જનતા માટે ૧૬ ફેબ્રુઆરી એટલે આજથી આઇપીઓ ખુલશે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું કે, આરંભિક સાર્વજનિક રજૂઆત(IPO) દ્વારા સરકાર ૮૭,૧૫૩,૩૬૯ ઇકવીટી શેરની રજૂઆત કરી રહી છે, જેની ભાગીદારી ૨૭.૧૬% હશે.

બોલીના ઉપરના ભાગથી સરકાર લગભગ ૮૧૬ કરોડ રૂપિયા કમાશે. IPO એન્કર રોકાણકારો માટે આજથી ખુલશે. કંપની દેશભરમાં બ્રાન્ડેડ ટેલિકોમ અને મલ્ટીમીડિયા નેટવર્ક ઉપલબ્ધ કરાવે છે.

(11:36 am IST)