Gujarati News

Gujarati News

News of Tuesday, 16th February 2021

માર્ચથી ૫૦ વર્ષ ઉપરના લોકોને વેકસીન આપવાનું શરૂ થશે : હર્ષવર્ધન

કોરોના વેકસીન તૈયાર કરવા ૧૮ થી ૨૦ વેકસીન કંપનીઓ કામે લાગી

નવી દિલ્હી તા. ૧૬ : આરોગ્ય પ્રધાન હર્ષવર્ધને કહ્યું છે કે કોરોના વેકસીન તૈયાર કરવા માટે ૧૮ થી ૨૦ વેકસીન કંપનીઓ કામે લાગી પડી છે અને તેઓ પરિક્ષણના વિભિન્ન તબક્કામાં પહોંચી છે.

સંવાદદાતાઓને સંબોધન કરતા તેમણે કહ્યું કે હવે પછીના બે-ત્રણ અઠવાડિયામાં એટલે કે માર્ચ મહિનામાં ૫૦ વર્ષથી વધુ વયના લોકોને કોરોના વેકસીન આપવાનું શરૂ કરવામાં આવશે.

હર્ષવર્ધને કહ્યું હતું કે ૨૦ થી ૨૫ દેશોને કોરોના વાયરસ વેકસીન પૂરી પાડવામાં આવશે. તેમણે તમામ અફવાઓને ફગાવી દેતાં કહ્યું હતું કે આ વેકસીન સુરક્ષિત અને પ્રભાવી છે. છેલ્લા સાત દિવસમાં દેશના ૧૮૮ જિલ્લામાં કોરોનાનો એક પણ નવો કેસ સામે આવ્યો નથી. જયારે ૨૧ જિલ્લામાં છેલ્લા ૨૧ દિવસથી કોઈપણ નવો કોરોના કેસ સામે આવેલો નથી. તેમણે લોકોને કોરોના સંબંધી યોગ્ય વ્યવહારનું પાલન કરવા આગ્રહ કર્યો હતો.

(10:51 am IST)