Gujarati News

Gujarati News

News of Saturday, 16th February 2019

ના કોઇ જાતિ, ના કોઇ ધર્મનું સર્ટિફીકેટ મેળવનારી આ છે પહેલી ભારતીય મહિલા

ચેન્નાઇ તા.૧૬ : વ્યવસાયે વકીલ એવી સ્નેહા બાળપણથી જ તેના તમામ સર્ટિફીકેટસમાં જાતિ અને ધર્મની કોલમ ખાલી છોડતી હતી. જો કે કાનૂની રીતે તેણે 'નો કાસ્ટ' નો રિલિજિયનનું સર્ટિફીકેટ મેળવવા માટે નવ વર્ષ લાંબી લડત લડવી પડી. ૨૦૧૦માં તેણે આ માટે અરજી કરેલી અને બહુ મુશ્કેલી બાદ તેને આ સર્ટિફીકેટ મળ્યુ હતુ. હવે સ્નેહા ભારતની પહેલી એવી વ્યકિત છે જેની પાસે આ પ્રમાણપત્ર હોય. તામિલનાડુના વેલ્લોર જિલ્લાના તિરૂપત્તુર ગામમાં રહેતી સ્નેહાનું કહેવુ છે કે સામાજિક પરિવર્તનની દિશામાં આ તેનું બહુ જ મહત્વપૂર્ણ પગલુ છે. તેના જન્મના પ્રમાણપત્ર અને સ્કૂલના તમામ સર્ટિફીકેટસમાં જ્ઞાતિ અને ધર્મનું ખાનું ખાલી જ છે. સાઉથના સુપરસ્ટાર કમલ હાસને સ્નેહા અને તેના પ્રમાણપત્રનો ફોટો ટવિટર પર શેર કરીને તેની સરાહના કરી છે.(૭.૬)

(11:42 am IST)