Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

કાવેરી ચુકાદાની સાથે સાથે....

૧૯૯૦માં કાવેરી ટ્રિબ્યુનલની રચના થઇ હતી

નવી દિલ્હી,તા. ૧૬ : દશકોથી ચાલી રહેલા જટિલ કાવેરી જળ વિવાદમાં સુપ્રીમ કોર્ટે આજે અતિ મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો હતો. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યુ હતુ કે નદીના પાણી પર કોઇ પણ રાજ્યનો માલિકી અધિકાર નથી.  સુપ્રીમના ચુકાદાની સાથે સાથે નીચે મુજબ છે.

*    સુપ્રીમના આદેશ મુજબ તમિળનાડુને ૪૦૪.૨૫ ટીએમસી ફુટ પાણી આપવામાં આવશે

*    કર્ણાટકને ૨૮૪.૭૫ ટીએમસી ફુટ પાણી, કેરળને ૩૦ ટીએમસી ફુટ પાણી, પુડ્ડુચેરીને સાત ટીએમસી ફુટ પાણી આપવામાં આવશે

*    બેંગ્લોરની જરૂરિયાતને ધ્યાનમાં લઇને તમિળનાડુને મળતા પાણીમાં કાપ મુકવાનો નિર્ણય લેવાયો

*    કર્ણાટકને મળનાર પાણીના જથ્થામાં ૧૪.૭૫ ટીએમસી ફુટ પાણીનો વધારો કરાયો છે

*    કાવેરીમાં પાણીના મામલે સુપ્રીમનો ચુકાદો ૧૫ વર્ષ સુધી અમલી રહેશે

*    પાણી ઉપર કોઇપણ રાજ્યના માલિકી અધિકાર નહીં હોવાની સુપ્રીમે સાફ વાત કરી

*    પાણીની વહેંચણીને લઇને ૨૦૦૭માં કાવેરી જળ ટ્રિબ્યુનલનો ચુકાદો આવ્યો હતો જેની સામે કર્ણાટક, તમિળનાડુ અને કેરળ દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી

*    ટ્રિબ્યુનલે તમિળનાડુને ૨૧૯ ટીએમસી ફુટ પાણી આપવાનો આદેશ કર્યો હતો

*    દશકોથી ચાલી રહેલા વિવાદને ઉકેલવા માટે જૂન ૧૯૯૦માં કેન્દ્ર સરકારે કાવેરી ટ્રિબ્યુનલની રચના કરી હતી

*    ૧૯૯૦માં રચના બાદ ૨૦૦૭માં ટ્રિબ્યુનલે પોતાનો ચુકાદો આપ્યો હતો જેમાં દર વર્ષે કાવેરી નદીમાંથી તમિળનાડુને ૪૧૯ અબજ ક્યૂબિક ફુટ પાણી અને ૨૭૦ અબજ ક્યૂબિક ફુટ પાણી કર્ણાટકને આપવાનો આદેશ કરાયો હતો

*    કર્ણાટકની હિસ્સેદારી વધારવામાં આવી છે

*    તમિળનાડુ અને કર્ણાટક વચ્ચે ખેંચતાણની સ્થિતિને ધ્યાનમાં લઇને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરાઈ

(7:39 pm IST)