Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

યુપીમાં સ્‍વાસ્થ્ય વિભાગની ઘોર બેદરકારીઃ અેમ્બ્યુલન્સ નહીં ફાળવાતા યુવકે ભાઇની લાશને ખભા પર મુકી ઘરે લઇ જવી પડી

ઉત્તરપ્રદેશમાં સરકારના સ્વાસ્થ્ય વિભાગની ઘોર બેદરકારીને કારણે અેક ખેત મજૂર યુવાનને તેના ભાઇની લાશને ખભા પર ઉંચકી ઘરે લઇ જવાની ફરજ પડતા સરકારની આ બેદરકારી સામે લોકોમાં ફીટકાર વરસી રહ્યો છે.

બનાવની વિગતો મુજબ મૃતકના પરિવારને ઘણીવાર રાહ જોવડાવ્યા પછી પણ એમ્બ્યુલન્સ આપવામાં આવી નહીં. જેના કારણે પરિવારે શવ ખભા પર મૂકીને લઇ જવું પડ્યું. નાના સાથે ખેતરમાં કામ કરી રહેલ યુવક માટીમાં દબાઈ ગયો જયારે તેને ઘાયલ હાલતમાં દવાખાને લઇ જવામાં આવ્યો ત્યારે તેને મૃત જાહેર કરી દેવામાં આવ્યો.

મૃતકના પરિવારે જયારે ઘરે લઇ જવા માટે એમ્બ્યુલન્સ માંગી ત્યારે તેમને ભગાડી દેવામાં આવ્યા. જેના કારણે પરિવારનો એક વ્યક્તિ તેને ખભા પર મૂકીને ઘરે લઇ ગયો. આ આખા મામલામાં સ્વાસ્થ્ય વિભાગની બેજવાબદારી સામે આવી ચુકી છે.

આ ઘટના બેહજોઇ કોતવાલી ગામના સાબતબાડી નો છે. જ્યાં સુરજપાલ પોતાના નાના સાથે ખેતરમાં માટી સાફ કરી રહ્યો હતા ત્યારે અચાનક જ માટીનો ઢગલો સુરજપાલ પર આવીને પડતા તે દબાઈ ગયો. ઘણા સમય વિત્યા બાદ ગામના લોકોની મદદથી તેને બહાર કાઢવામાં આવ્યો. ત્યારબાદ ત્યાંના સ્‍થાનિક લોકો ઘ્વારા એમ્બ્યુલન્સ માટે ઘણા ફોન કરવામાં આવ્યા પરંતુ કોઈએ ફોન ઉઠાવ્યો નહીં એટલા માટે મોટરસાઇકલમાં જ તેને હોસ્પિટલ લાવવામાં આવ્યો જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો.

(8:58 pm IST)