Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

મહારાષ્ટ્રમાં આગાખાન પેલેસ ખાતે કસ્તુરબા ગાંધીને શ્રધ્ધાંજલી અપાઈ

ગાંધી સિરીયલનું નિર્માણ કરનાર પરિવાર દ્વારા વિવિધ શ્રધ્ધાંજલી કાર્યક્રમો

રાજકોટ, તા. ૧૬ :. સ્વ. કસ્તુરબા ગાંધીની પૂણ્યતિથિ નિમિતે શ્રધ્ધાંજલી આપવા આગાખાન પેલેસ પૂના મહારાષ્ટ્ર જ્યાં ગાંધીજીને અને અન્ય લોકો તથા કસ્તુરબાને નજરકેદ રાખવામાં આવ્યા હતા. ત્યાં જઈને હસમુખભાઈ પરમાર (લુહાર) તથા ચતુરદાન ગઢવી ત્યાં જઈને સ્વ. કસ્તુરબાને શ્રધ્ધાંજલી આપી.

 

સ્વ. કસ્તુરબા ગાંધીને સ્વ. મહાદેવભાઈ દેસાઈનો અહંગરો લાગેલો. તેથી કસ્તુરબાનું નાઈલાજ બિમારીથી તા. ૨૨-૨-૧૯૪૪ અને તિથિ મુજબ પવિત્ર તહેવાર મહાશિવરાત્રીના રોજ મૃત્યુ થયેલ. સમગ્ર દેશમાં શ્રધ્ધાંજલી કાર્યક્રમ - પ્રાર્થનાસભા ૨૨ ફેબ્રુઆરી નિમિતે રાખવામાં આવે છે, પણ આગાખાન પેલેસ પૂનામાં તિથિ મુજબ મહાશિવરાત્રીના રોજ પ્રાર્થનાસભા રાખવામાં આવે છે.

સ્વ. કસ્તુરબા ગાંધીને ત્રંબા-કસ્તુરબા ધામ જ્યાં નજરકેદ રાખવામાં આવેલા. ત્યાં જઈને હસમુખભાઈ પરમાર શ્રધ્ધાંજલી આપશે. પોરબંદર (કિર્તીમંદિર) અને કસ્તુરબાનુ જન્મ સ્થળ ત્યાં જઈને શ્રધ્ધાંજલી આપવામાં આવશે. રાજકોટમાં ૨૨ ફેબ્રુઆરીએ કબા ગાંધીનો ડેલો, રાષ્ટ્રીય શાળા તેમજ 'ગાંધી દર્શન' ટીવી સિરીયલનું નિર્માણ થઈ રહ્યુ છે તે હસમુખભાઈ પરમારના ઘરે પણ ૨૨ ફેબ્રુઆરીના રોજ સાંજે શ્રધ્ધાંજલી અને પ્રાર્થના સભા કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. છેલ્લી શ્રધ્ધાંજલી ૨૩, ૨૪ ફેબ્રુઆરી નિમિતે દિલ્હી રાજઘાટ જઈને શ્રધ્ધાંજલી આપવાના છે.

ગાંધી સિરીયલ અંગે વધારે માહિતી માટે હસમુખભાઈ પરમારઃ ૯૬૨૪૪ ૧૨૧૮૯, ૯૬૨૪૪ ૧૨૧૮૯ / પૂજા પરમાર મો. ૯૭૧૪૮ ૮૮૮૫૨, ૯૭૧૪૮ ૮૮૮૫૨ નો સંપર્ક થઈ શકે છે.

 

(4:36 pm IST)