Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

બીજીઆર-૩૪...ડાયાબિટીસ માટે રામબાણસમાન સાબીત

રાજકોટઃ કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન ભારત યોજના તળે દેશભરમાં ઠેર-ઠેર ખોલાનાર આરોગ્ય કેન્દ્રોમાં ગરીબ પરિવારોને સામાન્ય બિમારીઓમાં  નિઃશુલ્કપણે જરૂરી દવાઓ આપવામાં આવનાર હોવાની જાણ થતા જ અત્યારથી જ ગરીબ દર્દીઓમાં રાહત સાથે આનંદની લાગણી પ્રસરવા લાગી છે...પરંતુ ખુશીની બીજી વાત એ પણ છે કે, આયુર્વેદિક બીજીઆર-૩૪ નામની દવા ડાયાબિટીસ માટે સ્વદેશમાં જ વિકસીત દવા સાબિત થઇ રહી છે.

અત્રે નોંધનીય છે કે, રામબાણરૂપ દવાનો ફોર્મ્યુલા કાઉન્સીલ ફોર સાઇન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ (સીએસઆઇઆર) દ્વારા તૈયાર કરાઇ છે.

તો વળી, નવાઇની બાબત એ પણ છે કે, લોન્ચ થયાને બે વર્ષ જેટલા સમયગાળામાં જ બીજીઆર-૩૪ દેશના ડાયાબિટીસ ઇલાજમાં અપાતી બાન્ડ્રેડ દવાઓમાં સામેલ થઇ જવા પામી છે.

અત્રે નોંધનીય છે કે, સરકાર દ્વારા શરૂઆતના તબકકાથી જ સ્વાસ્થ્ય કેન્દ્રો ઉપર આયુર્વેદિક દવાઓની વિતરણ વ્યવસ્થા ઉભી કરી દીધી છે.

(4:24 pm IST)