Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

કાશ્મીરના દ્રાસ સેક્ટરમાં હિમપ્રપાત : ચાર જવાન બરફમાં ફસાયા : એક જવાને જીવ ગુમાવ્યો : ત્રણને બચાવી લેવાયા

ને કાશ્મીર ખીણમાં હિમપ્રપાતએ સેના માટે મોટો પડકાર

શ્રીનગર : ભારતીય સેના માટે કાશ્મીરમાં આતંકવાદ સામે લડવામાં આવી જ રહ્યું છે અને સેના આતંકીઓનો મુકાબલો બહાદુરી પૂર્વક કરે છે, પરંતુ શિયાળાની મૌસમ પણ સેના માટે આટલી જ મુશીબતો લઇને આવે છે. ખાસ કરીને કાશ્મીર ખીણમાં હિમપ્રપાતએ સેના માટે મોટો પડકાર રહ્યો છે. દર વર્ષે ભારતનાં અનેક બહાદુરો મૌસમને કારણે શહીદ થાય છે.  આવી જ એક ઘટનામાં ભારતીય સેનાનાં ચાર જવાનો હિમપ્રપાતનો શિકાર બન્યા હતા. જેમાંથી એક જવાન શહીદ થયા છે.

    સૈન્યના સૂત્રો દ્વારા આપવામાં આવતી જાણકારી પ્રમાણે ગુરુવારે વહેલી સવારે કાશ્મીરનાં દ્રાસ સેક્ટરમાં એક સ્નો(બરફ) સ્લાઇડની ઘટનામાં સૈન્યના એક જવાનએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. જવાન બરફની નીચે અટવાઈ ગયેલા ચાર જવાનોમાંનો એક હતો અને સર્ચ ઓપરેશન બાદ તેને બહાર કાઢવામાં આવ્યા હતા. ત્રણ જવાનોને બચાવવામાં સફળતા મળી હતી તો એક જવાન આ દુર્ઘટનામાં શહીદ થયા હતા. જો કે બચાવવામાં આવેલા ત્રણે જવાનો સારવાર હેઠળ હોવાની અને તેની હાલત અત્યારે સ્થિર હોવાની જાણકારી પ્રાપ્ત થાઇ રહી છે.

(11:53 pm IST)