Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

કેન્દ્ર સરકાર ૩૬ મંત્રીઓને ૧૮ થી રપ જાન્યુઆરી સુધી કાશ્મીર યાત્રા પર મોકલશેઃ પાર્ટી પ્રવકતા મનીષ તિવારીએ કહ્યું આ ધબરાહટનો સંકેત છે

કોંગ્રેસએ કેન્દ્રના ૩૬ મંત્રીઓને કાશ્મીર મોકલવાના સરકારના નિર્ણયને બધરાહટનો સંકેત ગણાવ્યો છે. એમણે દાવો કર્યો કે અનુચ્છેદ ૩૭૦ ના વિશેષ પ્રાવધાનોને ખતમ કરવા એક મોટી ભુલ હતી. અને હવે ત્વરીત ઉપાય કામ નહી આવે.

પાર્ટી પ્રવકતા મનિષ તિવારીએ ટવિટ કરી કહ્યું કે ૩૬ મંત્રીઓને દિવસની અંદર જમ્મુ કાશ્મીર જમ્મુ-કાશ્મીર મોકલવા સામાન્ય સ્થિતિ નથી પણ ધબરાહટનો સંકેત છે. અનુચ્છેદ ૩૭૦ હટાવવી મોટી ભુલ હતી અને કોઇપણ ત્વરિત ઉપાય કામ આવવાનો નથી.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલએ કહ્યું કે અમિત શાહ કહે છે કે કાશ્મીરમા બધુ સામાન્ય છે જો આવુ છે તો ૩૬ લોકોને દુષ્પ્રચાર માટે કેમ મોકલે છે ? એવા લોકોને કેમ નથી મોકલતા જે દુષ્પ્રચાર નહી કરે અને ત્યાંની હાલત સમજી શકશો. કેન્દ્ર સરકાર ૩૬ મંત્રીને ૧૮ થી રપ જાન્યુઆરી કાશ્મીર મોકલશે.

(11:26 pm IST)