Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ત્રિપુરામાં બ્રુ શરણાર્થીઓને વસાવવા માટે સમજુતીઃ મળશે પ્લોટ અને એફડી

કેન્દ્રીય ગૃહમંત્રી શાહ અને બ્રુ શરણાર્થીઓના પ્રતિનિધિઓ વચ્ચે સમજુતી પર હસ્તાક્ષર

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ત્રિપુરાના બ્રુ શરણાર્થીઓના પ્રતિનિધીઓએ એક સમજુતી પર હસ્તાક્ષર કર્યા. અવસર પર ત્રિપુરાના સીએમ બિપ્લવકુમાર દેબ અને મિઝોરમના મુખ્યમંત્રી જોરોથાંગા ઉપસ્થિત હતા. આનાથી મિઝોરમથી બ્રુ શરણાર્થીઓના સંકટને સમાપ્ત કરવા અને ત્રિપુરા મામલો નીપટાવવામા મદદ મળશે.

અમિત શાહએ બતાવ્યું કે ત્રિપુરામાં લગભગ ૩૦,૦૦૦ બ્રુ શરણાર્થીઓને વસાવવામા આવશે. આના માટે એમને ૬૦૦ કરોડ રૂપિયાનું પેકેજ દેવામાં આવશે. બ્રુ શરણાર્થીઓને ૩૦ થી ૪૦ ફૂટના પ્લોટની સાથે ચાર લાખની એફ ડી. જમા બે વર્ષ માટે પ૦૦૦ રૂપીાય પ્રતિમાસ રોકડ સહાયતા અને મફત રાશન મળશે.

દિલ્લીમાં મિઝોરમના મુખ્યમંત્રી જોરમથાંગાએ કહ્યું કે આજ બ્રુ નેતાઓ ત્રિપુરા સરકાર અને મિઝોરમ સરકાર સાથે એક મહત્વપૂર્ણ સમજુતી પર હસ્તાક્ષર કર્યા. રપ વર્ષથી ચાલી રહેલ જવલ્લંત મુદાને સ્થાયી રૂપથી હલ કરશે.

(10:28 pm IST)