Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

મીટિંગ માટે દિલ્હી નહિ જાઉં, રાજ્યપાલ ઈચ્છે તો સરકાર સસ્પેન્ડ કરી શકે :મમતા બૅનર્જીનો હુંકાર

હું બંગાળમાં CAA, NRC અને NPR લાગૂ નહિ થવા દઉં.

કોલકતા : પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ NPR પર થનારી કેન્દ્ર સરકારની બેઠકમાં સામેલ થવાની ના પાડી દીધી છે. તેમણે કહ્યું કે, હું અને મારી સરકારના કોઈ પણ પ્રતિનિધિ આ મીટિંગ માટે 17 જાન્યુઆરીના રોજ દિલ્હી જશે નહિ. મમતા બેનર્જીએ રાજ્યપાલ જગદીપ ધનખડને પડકાર આપતા કહ્યું કે, તેઓ કેન્દ્રના આદેશો પર TMC સરકારે પાડીને બતાવે.

       તેમણે કહ્યું કે, કોલકતામાં કેન્દ્ર સરકારનો એક પ્રતિનિધિ છે. બેઠકમાં નહિ જવા પર તેઓ બંગાળ સરકારને સસ્પેન્ડ કરવાની વાત પણ કરી શકે છે. તેમણે જે કરવું હોય તે કરે, હું તેના પર ધ્યાન નથી આપતી. હું બંગાળમાં CAA, NRC અને NPR લાગૂ નહિ થવા દઉં.

      મમતા બેનર્જીએ કહ્યું કે, કોંગ્રેસ અને વામ દળો અફવાઓ ફેલાવી રહ્યા છે. બંને દળ કહી રહ્યા છે કે બંગાળમાં NPRને લઈને પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. જે ખોટી વાત છે. અમે NPR અપડેશન પર ગયા મહિને જ રોક લગાવી દીધી હતી. હું શરૂઆતથી જ આના વિરુદ્ધ છું. લોકોને વિશ્વાસ આપું છું કે, રાજ્યમાં એવા કોઈ પણ કાયદા લાગૂ નહિ થવા દઉ જેને કારણે લોકોના અધિકાર પર તેનો પ્રભાવ પડતો હોય

(10:09 pm IST)