Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

૧૦ હજારથી વધારે પાકિસ્તાની ર૮ દેશોની જેલોમાં કેદ છેઃ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની પ્રવકતા આયેશા ફારુકીનો એકરાર

સમયે દુનિયાના ર૮ દેશોની જેલોમાં લગભગ દશ હજાર પાકિસ્તાની કેદ છે. જાણકારી પાકિસ્તાનના વિદેશ મંત્રાલયની પ્રવકતા આયેશા ફારૂકીએ આપી છે. આયેશા ફારૂકીએ સાપ્તાહિક પ્રેસ બ્રીફીંગમા કહ્યું કે વિશ્વના ર૮ દેશોની જેલોમાં લગભગ દશ હજાર પાકિસ્તાનીઓ બંધ છે એમણે આગળ કહ્યું આમા વધારે મામુલી મામલે જેલમાં છે.

      પાકિસ્તાની વિદેશ મંત્રાલયની પ્રવકતાનું કહેવું છે કે સઉદી અરબમા વિતેલા થોડા સમયમાં પ૭૯ પાકીસ્તાનીઓને જેલમાંથી મુકત કરવામાં આવ્યા છે.ઙ્ગફારૂકીએ દાવો કર્યો કે સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની કાશ્મીર મુદા પર બેઠક થઇ જેમા વિટો અધિકાર પ્રાપ્ત દેશોએ કાશ્મીરની સ્થિતિ પર ગંભીર ચિંતા બતાવી. એમણે કહ્યું કે કાશ્મીરનો મુદો સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના એજન્ડાનો ભાગ છે.

       એમણે કહ્યું કે ઇરાન અને અમેરિકા વચ્ચેના તનાવને ઓછો કરવામાં પાકિસ્તાન પોતાની ભૂમિકા નિભાવી રહેલ છે બંને દેશોથી પાકિસતાનના નજીકના સંબંધો છે. વિદેશમંત્રી શાહ મહમદ કુરેશી બંન્ને દેશોના વિદેશમંત્રીઓના સંપર્કમાં છે.

(9:36 pm IST)