Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

26 જાન્યુઆરી પહેલા મોટા આતંકી ષડયંત્રનો પર્દાફાશ :શ્રીનગરમાં 5 આતંકવાદી ઝડપાયા

મોટી માત્રામાં હથિયાર અને ગોળા બારુદ મળ્યા

શ્રીનગર : જમ્મુ કાશ્મીર પોલીસને ગણતંત્ર દિવસ પહેલા મોટી સફળતા મળી છે. પોલીસે શ્રીનગરથી જૈશ-એ-મોહમ્મદના  5 આંતકીઓની ધરપકડ કરી છે. તેમની પાસેથી મોટી માત્રામાં હથિયાર અને ગોળા બારુદ મળ્યા છે.

 પોલીસ સૂત્રોના મતે 26 જાન્યુઆરી પહેલા આતંકી મોટા હુમલાની ફિરાકમાં હતા. પણ પોલીસે સમય રહેતા આ ષડયંત્રને પકડી પાડ્યું હતું.અત્રે ઉલ્લેખનીય છે કે આર્ટિકલ 370 હટ્યા પછી આતંકી સતત કાશ્મીરમાં ગરબડ ફેલાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. જોકે સુરક્ષાબળોની ચુસ્ત નજરના કારણે તે સફળ થઈ શકતા નથી.

   જમ્મુ કાશ્મીર પોલીસે નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે શ્રીનગર પોલીસે જૈશનું આતંકી મોડ્યુલ ધ્વસ્ત કરીને મોટી સફળતા મેળવી છે. પાંચ આતંકીઓની પોલીસે ધરપકડ કરી છે. આ ગણતંત્ર દિવસ પહેલા મોટું ષડયંત્ર રચી રહ્યા હતા. જે આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે તેમાં એઝાઝ અહમદ, ઉમર હમીદ શેખ, ઇમ્તિયાઝ અહમદ, સાહિલ ફારુક અને નસીર અહમદ મીરનો સમાવેશ થાય છે

(9:21 pm IST)