Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

શ્રી કચ્છી લોહાણા મહાજન-મુંબઈ, શિક્ષણ સમિતિ આયોજિત સરસ્વતી સન્માન સમારંભ યાદગાર બની રહ્યો

મુંબઇઃ શ્રી કચ્છી લોહાણા મહાજનપ્રમુંબઈ દ્વારા ૭૨મા સરસ્વતી સન્માન નું આયોજન તા.૧૨-૧-૨૦ના રોજ મુંબઈ વડગાદી સ્થિત સંસ્થાના કાર્યાલય દરિયાસ્થાનમા કરવામાં આવ્યું હતું.  શિક્ષણ સમિતિ દ્વારા આયો જિત સરસ્વતી સન્માન સમારંભમાં મુખ્ય મહેમાનશ્રીઓ તરીકે દિગ્ગજ કવિ, મૂર્ધન્ય સાહિત્યકાર અનિલ જોશી અને લેખક-પત્રકાર આશિષ ભીડે હતા. છલોછલ ભરાયેલ હોલમાં જ્ઞાતિના તેજસ્વી વિદયાર્થીઓ-ડૉકટર, સી.એ., સી.એસ.,એમબીએ, એલએલબી-૨ ૮ પોસ્ટ ગ્રેજ્યુએટસ , એજીનીયર, ડિપ્લોમા ગ્રેજ્યુએટસૂ-૪૬ , એચએસસી-૩૬ , એસએસસી-૩૫ મળીને જ્વલંત સફળતા મેળવેલ ૧૪૫ જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ વિદ્યાર્થીઓના નામ ,ટકા અને દાતાશ્રીઓના નામની યાદી સાથે ૧૨ પાનાની પુસ્તિકા પણ દર વર્ષની જેમ બહાર પાડવામાં આવી હતી. એન્ફોર્સમેન્ટ ડિરેકટરેટ-ઈ.ડી. ઓફિસર બનેલ અંકિત ઠક્કર, સીએસમાં ઓલ ઈંડિયા ફોર્થ રેન્કર આયુશી ઠક્કર, સ્વ પ્રયત્ને બીકોમ પછી એમબીએ અને સીએસ કરી રહેલ શારીરિક અક્ષમ હર્ષિત મનીષ ઠક્કરનું સ્ટેન્ડીંગ એવીએશનથી અભિવાદન કરવામાં આવ્યું ત્યારે હોલમાં હર્ષાલ્લાસ છવાઈ ગયો હતો. કાર્યક્રમની શરૂઆત મંચસ્થ મહાનુભાવો પ્રમુખ વસંતભાઈ માણેક, મુખ્ય મહેમાનશ્રીઓપ્રઅનિલ જોશી, આશિષ ભીડે, ટ્રસ્ટીઓ મનુભાઈ કોઠારી , પ્રતાપભાઈ ઠક્કર, શ્રી કચ્છી લોહાણા મહાજન-મુલુડના મે.ટ્રસ્ટી શ્રીમતી માયાબેન કોઠારી, ઉપનગર વિભાગના પ્રમુખ પરેશભાઈ મજેઠિયા, રામબાગ માટુંગા પ્રમુખ અશોકભાઈ પલણ, નિબંધ સ્પર્ધાના જજ હિંમતભાઈ સોમૈયા,પશ્ચિમ વિભાગના પ્રમુખ અને મહાજનના માનદ્ મંત્રી દિનેશભાઈ ઠક્કર, સમાજ અગ્રણીઓ હીરાલાલભાઈ મૃગ, પંકજભાઈ મંગલદાસ, ડૉ.પ્રવિણભાઈ દૈયા, શંભુભાઈ હરિયાણી, ઉપ પ્રમુખ પંકજભાઈ ચોથાણી વગેરે દ્વારા દીપ પ્રાગટયથી થઈ. પ્રમુખ વસંતભાઈ માણેક, મુખ્ય મહેમાનશ્રીઓ, ટ્રસ્ટી પ્રતાપભાઈ ઠક્કરે પ્રેરણા વકતવ્ય આપ્યા હતા. મુખ્ય મહેમાનશ્રીઓનો પરિચય ખજાનચી કુમારભાઈ પંડિતપોત્રા અને મહિલા સમિતિ અધ્યક્ષ દેવયાનીબેન ઠક્કરે આપ્યો હતો. યુવા સમિતિ અધ્યક્ષ ચંદ્રેશભાઈ જે.મજેઠિયાએ યુવા સમિતિના આગામી કાર્યક્રમની જાહેરાત કરી હતી.

સન્માન કાર્યક્રમ દરમ્યાન મહાજનશ્રીના નવતર પ્રયોગ નિબંધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કાર આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાજનશ્રીના કોષાધ્યક્ષ લક્ષ્મીદાસ ઠક્કર, મેડિકલ સમિતિ અધ્યક્ષ ડાં. પ્રકાશ અડવા, લીગલ એડવાઈઝર એડ. હર્ષદભાઈ ઠકક્રર, મીડીયા કન્વીનર પંકજ ઠક્કર, કારોબારી સમિતિના વિનોદભાઈ ચોથાણી, રાજેન્દ્રભાઈ ઝવેરી, કિશોરભાઈ ઠક્કર, સમાજ અગ્રણીઓ પ્રગિરીશભાઈ કોઠારી, મુલુંડ મહાજનશ્રીના ટ્રસ્ટીઓ જાદવજીભાઈ ઠક્કર, વસંતભાઈ ચંદે, માટુંગા રામબાગના ટ્રસ્ટી માલતીબેન કોઠારી, લોહાણા સમાજ નવી મુંબઈના પ્રમુખ સંજયભાઈ પલણ સાથે તેમના પદાધિકારીઓ, સમાજ અગ્રણીઓ જગજીવનભાઈ તજ્ઞા, અરૂણભાઈ ભીડે, વ્રજ પટેલ, કેતન પોપટ, સંધ્યાબેન ભીડે, તેજસ જેરામભાઈ ગટ્ટા, હીતેશભાઈ ઠકકર, રમેશભાઈ ચગસોતા, બીપીન પંચાલ, ખૂશ્બુ ગણાત્રા , હેતલબેન પાંધી, ગૌરીબેન ઠક્કર, ચેતન રૂપારેલ,જીતુભાઈ ઠક્કર,અરવિંદ રૂખાણા વગેરે ઉપસ્થિત મહાનુભાવોને હસ્તે વિદ્યાર્થીઓને ઈનામ આપવામાં આવ્યા હતા. દાતાશ્રીઓએ કિંમતી, ઉપયોગી ભેટ આપી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.(૧) ચાંદીની છબી ચંદ્રકાંત પરબિયા પરિવાર,(૨) ઓટીજી ૧૬ જીબી પેન ડ્રાઈવ નંદલાલભાઈ અનમ અને હીરાલાલભાઈ મૃગ, (૩) રૂડી કેલનર અને પીઅર કાર્ડિન પેન રમેશભાઈ ઠક્કર-દીપક ઈનવેસ્ટો, (૪) પ્લાસ્ટીક ફોલ્ડર પંકજભાઈ મંગલદાસ,(પ) સ્પોર્ટસ વોટર બોટલ અરૂણભાઈ ભીંડે,(૬) કેશરોલ ભગવાનજીભાઈ જીવરાજ પરિવાર અને સુધીરભાઈ ગણાત્રા, (૭) લેપટોપ બેગ ટોપણદાસ કેસરિયા પરિવાર,( ૮) કોફી મગ નીરવ ઠક્કર, (૯) હાઈલાઈટસ પેન ગીતાબેન સંપટ,(૧૦) દાદા ભગવાન પરિવાર પુસ્તિકા મંજુલાબેન દનાણી,૧૧) વાસ્તુશાસ્ત્ર પુસ્તક હર્ષદભાઈ ઠક્કર અને (૧૨) જસરાજ દાદા કેલેન્ડર આપવામાં આવ્યા હતા. ત્રણ વિદ્યાર્થી અને વાલીઓએ આ કાર્યક્રમ માટે સુંદર પ્રતિક્રિયા વ્યકત કરી હતી.

કાર્યક્રમનું સંકલન અને સંચાલન શિક્ષણ સમિતિ અધ્યક્ષ લાલજી સર અને માનદ્ મંત્રી નીતિનભાઈ જી. પાંધીએ કર્યું હતુ. જેમા તેમને યુવા ટીમના આનંદ પવાણી, સમીર ઘનસોતા, રાજેશ કતીરા, પ્રીતિબેન પવાણી, બીનાબેન પાંધી, મીતાબેન ઠક્કર, નિધિબેન જોબનપુત્રા, રશ્મિબેન ઠકક્રર તેમજ ઓફિસ સ્ટાફનો સાથ મળ્યો હતો.આ યુવા ટીમનું ગીફટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. ફોર્મ આપવા, લેવા અને વ્યવસ્થા માટે શ્રી કચ્છી લોહાણા મહાજનવાડી-મુલુંડનો સાથ મળ્યો હતો. વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે કાર્યક્રમની શરૂઆતમાં અલ્પાહાર, ચા-કોફી અને અંતે સ્વરૂચી ભોજનની વ્યવસ્થા મહાજનશ્રી તરફથી કરવામાં આવી હતી. જેને માટે ટ્રસ્ટી મનુભાઇ કોઠારીએ વિશેષ જહેમત ઉઠાવી હતી.

તેવું ભવદીય, લાલજી સર કતિરા, અધ્યક્ષ-શિક્ષણ સમિતિની યાદી દ્વારા જાણવા મળે છે.

(9:14 pm IST)