Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

દિલ્હીમાં કેજરીવાલને પછાડવા ભાજપ-કોંગ્રેસની નવી રણનીતિ: નેતાઓની દીકરીઓ આવી મેદાને

શીલા દીક્ષિતની દીકરી કેજરીવાલને ટક્કર આપશે :સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરીને ચૂંટણીજંગમાં ઉતારવા તૈયારી

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓનો જંગ જયારે જામ્યો છે ત્યારે કોંગ્રેસના ઉમેદવારોની પ્રથમ યાદી સહિત દિલ્હીના ડેપ્યુટી સી.એમ મનીષ સિસોદિયા ફોર્મ ભરે તેવી ત્રણ મહત્વની શક્યતાઓ છે. રાજ્યની આ હાઈ પ્રોફાઈલ બેઠક નવી દિલ્હી પર રોમાંચિત જંગ જોવા મળી શકે છે. કારણ કે આ સીટ પરથી સી.એમ. કેજરીવાલ સામે કોંગ્રેસ શીલા દીક્ષિતની દીકરીને જયારે ભાજપ સુષ્મા સ્વરાજની દીકરીને ઉતારવાનું મન બનાવી ચુકી છે.

   દિલ્હીમાં ભાજપના ઉમેદવારોને લઈને ચર્ચા કરવા માટે બેઠક મળી છે ત્યારે સૂત્રોની માહિતી મુજબ દિલ્હીની સીટ પરથી કેજરીવાલની સામે ભાજપ દિવંગત વિત્તમંત્રી સુષ્મા સ્વરાજની દીકરી બાંસુરીને તક આપી શકે છે. પરંતુ ભાજપની દરેક સીટ માટેની અલગ રણનીતિઓ હશે તે ચોક્કસ છે

અત્રે ઉલ્લેખનીય છે કે 2013માં કેજરીવાલે નવી દિલ્હી સીટ પર શીલા દીક્ષિતને હરાવી રાજકારણમાં એન્ટ્રી કરી હતી. જયારે 2015માં કોંગ્રેસના કદાવર નેતા કિરણ વાલિયાને હરાવ્યા હતા. જેને લઈને કોંગ્રેસ હાલ કોંગ્રસ આ મહત્વની સીટ માટે કેજરીવાલને ઘેરવામાં કોઈ કસર છોડવા માંગતી ન હોવાનું સ્પષ્ટ લાગી રહ્યું છે.

(9:12 pm IST)