Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો : કેન્દ્ર સરકારને આપવા પડશે 92000 કરોડ રૂપિયા

AGRના મુદ્દા પર ટેલીકોમ કંપનીઓની પુનર્વિચાર અરજી કોર્ટે ફગાવી

નવી દિલ્હી : ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે. AGRના મુદ્દા પર ટેલીકોમ કંપનીઓની પુનર્વિચાર અરજી કોર્ટે ફગાવી દીધી છે. કંપનીઓને હવે કેન્દ્ર સરકારને 92000 કરોડ રૂપિયા ચૂકવવા પડશે. કોર્ટના નિર્ણય મુજબ 23 જાન્યુઆરી સુધીમાં ટેલીકોમ કંપનીઓએ બાકી 92 હજાર કરોડ રૂપિયા રૂપિયા ચૂકવવાના છે.

  એડજેસ્ટેડ ગ્રોસ રેવેન્યૂ (AGR)ના મુદ્દા પર ટેલીકોમ કંપનીઓએ સુપ્રીમ કોર્ટમાં પુનર્વિચાર અરજી દાખલ કરી હતી. ભારતી એરટેલ, વોડા-આઇડિયા અને ટાટા ટેલી સર્વિસિઝે આ અરજી દાખલ કરી હતી. અરજીમાં દંડ, વ્યાજ અને પેનલ્ટી પર લગાવવામાં આવેલા વ્યાજ પર છુટ આપવાનો અનુરોધ કરવામાં આવ્યો હતો.

  ટેલિકોમ કંપનીઓએ લગાવામાં આવેલા દંડની રાશિને લઇને કોર્ટમાં અરજી દાખલ કરી હતી. અરજીમાં કોર્ટથી AGRમાં બિન દૂરસંચાર આવકને સામેલ કરવાના નિર્ણય પર ફરી વિચાર કરવા અનુરોધ કરાયો હતો.

  અત્રે ઉલ્લેખનીય છે કે 24 ઓક્ટોબર 2019એ ટેલીકોમ કંપનીઓને સુપ્રીમ કોર્ટથી ખુબ જ મોટો ઝટકો લાગ્યો હતો. કોર્ટે ટેલીકોમ કંપનીઓને 92 હજાર કરોડથી વધારે બાકી રૂપિયા અને લાઇસન્સ ફી કેન્દ્ર સરકારને આપવા કહ્યું હતું. દૂરસંચાર વિભાગ (DoT)ની અરજી મંજૂર કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ બાકી નાણા ત્રણ મહીનામાં આપવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે, AGR એટલે કે સમાયોજિત કુલ આવકમાં લાઇસેન્સ ફી અને સ્પેક્ટ્રમ ઉપયોગ ઉપરાંત અન્ય આવક પણ સામેલ છે. તેમા કેપિટલ અસેસ્ટના વેચાણ પર લાભ અને વીમા ક્લેમ AGRનો હિસ્સો હશે નહીં.

(8:57 pm IST)