Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

હવે કોંગ્રેસ શોધી લાવ્યું મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસનું અંડરવર્લ્ડ કનેક્શન: ખળભળાટ

વર્ષા માં કુખયાત ડોન સાથે કરી હતી મુલાકાત : અપરાધીને પદ પણ આપ્યું હતું

મુંબઈ : શિવસેના નેતા સંજય રાઉતનાં નિવેદને મહારાષ્ટ્ર અને દેશની રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે. સંજય રાઉતે કહ્યું હતુ કે પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધી ડૉન કરીમ લાલાને મળવા મુંબઈ આવતા હતા. આના પર થઈ રહેલી રાજનીતિની વચ્ચે મહારાષ્ટ્ર કૉંગ્રેસનાં અધ્યક્ષ અને કેબિનેટ મંત્રી બાલા સાહેબ થોરાટે દાવો કર્યો છે કે મુખ્યમંત્રી રહેતા દેવેન્દ્ર ફડણવીસે 'વર્ષા'માં એક કુખ્યાત અંડરવર્લ્ડ ડોન સાથે મુલાકાત કરી હતી. એટલું જ નહીં, મુન્ના યાદવ નામનાં અપરાધીને પોતાની સરકારમાં પદ પણ આપ્યું હતુ, તેમને બોલવાનો કોઈ નૈતિક અધિકાર નથી.અત્રે  ઉલ્લેખનીય છે કે 'વર્ષા' મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રીનું સરકારી નિવાસસ્થાન છે.

(8:01 pm IST)