Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

જમ્મુ કાશ્મીર : જૈશના ૫ આતંકવાદી ઝડપાઇ ગયા

મોટા હુમલાના ષડયંત્રનો ખુલાસો

નવીદિલ્હી, તા. ૧૬ : ૨૬ જાન્યુઆરીના રોજ જમ્મુ અને કાશ્મીરમાં એક મોટી આતંકી વારદાતને અંજામ આપવાનું ષડયંત્ર રચી રહેલા જૈશ મોહમ્મદના પાંચ આતંકીઓને આજે દબોચવામાં આવ્યાં છે. જમ્મુ અને કાશ્મીર પોલીસે હાથ ધરેલી એક મોટી કાર્યવાહીમાં આતંકીઓ શ્રીનગરના હજરતબલ વિસ્તારથી ધરપકડ કરાયા છે. તેમની પાસેથી મોટા પ્રમાણમાં વિસ્ફોટક અને અન્ય સામાન મળી આવ્યો છે.મળતી માહિતી મુજબ આતંકીઓના એક મોટા મોડ્યુલનો પર્દાફાશ કરતા પોલીસે આજે સાંજે હજરતબલ પાસેથી આતંકીઓની ધરપકડ કરી છે. પોલીસસૂત્રોના જણાવ્યા મુજબ પકડાયેલા આતંકીઓ શ્રીનગરમાં ૨૬ જાન્યુઆરીની આસપાસ ફિદાયિન કે આઈઈડી હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં હતાં.

              આ આતંકીઓ પાસેથી પોલીસે વિપુલ પ્રમાણમાં વિસ્ફોટકો અને અન્ય સામાન જપ્ત કર્યો છે.   એજન્સીઓના અધિકારીઓ તમામની આકરી પૂછપરછ કરી રહ્યાં છે. એવું માનવામાં આવી રહ્યું છે કે આતંકીઓની પાસેથી ઘાટીમાં રચાઈ રહેલા આતંકી ષડયંત્રોની કેટલીક મહત્વની જાણકારીઓ મળી શકે છેઅત્રે જણાવવાનું કે હાલમાં કાશ્મીરના કુલગામમાંથી બે આતંકીઓને સેનાએ પકડ્યા હતાં. આતંકીઓની સાથે કુલગામમાં જમ્મુ અને કાશ્મીર પોલીસના ડીએસપી દેવિન્દર સિંહને પણ અધિકારીઓએ અરેસ્ટ કર્યા હતાં. દેવિન્દર સિંહ આતંકીઓને મદદ કરવાના આરોપમાં પકડાયા હતાં.

(7:59 pm IST)