Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ત્રાસવાદને અમેરિકી સ્ટાઇલથી જ નાબૂદ કરી શકાય છે : જનરલ બિપીન રાવત

રાયસીના ડાયલોગ પ્રોગ્રામમાં જનરલ બિપીન રાવતનું સંબોધન : ત્રાસવાદને નાબૂદ કરવા કડક કાર્યવાહી જરૂરી છે : જનરલ બિપીન રાવત

નવીદિલ્હી, તા. ૧૬ : દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (સીડીએસ) જનરલ બિપીન રાવતે કહ્યું હતું કે, દુનિયાને આતંકવાદથી મુક્ત કરવા માટે આતંકવાદીઓ અને તેમનો સાથ આપનાર લોકો સામે કઠોર કાર્યવાહી જરૂર છે. નવી દિલ્હીમાં આયોજિત બે દિવસીય સાયસીના ડાયલોગ પ્રોગ્રામમાં જનરલ રાવતે કહ્યું હતું કે, આતંકવાદને અમેરિકાની સ્ટાઇલથી હરાવી શકાય છે. કાર્યક્રમમાં તેમણે દેશના લોકોને ટક્કર બનાવવા અને કાશ્મીર પેલેટ ગનનો ઉપયોગ કરવા જેવા ગંભીર સવાલોના પણ જવાબો આપ્યા હતા. તેમણે કહ્યું કે, આપણે આતંકવાદને નાબૂદ કરવાનો રહેશે અને આવું માત્ર રીતે કરી શકાય છે, જે સ્ટાઈલ અમેરિકાએ /૧૧ના હુમલા બાદ અપનાવી હતી. અમેરિકાએ આતંકવાદની વિરુદ્ધ વૈશ્વિક યુદ્ધ કર્યું હતું.

                   સીડીએસએ કહ્યું કે, આતંકવાદને નાબૂદ કરવા માટે આતંકવાદીઓની સાથેસાથે તમામને અલગ-થલગ કરવાની જરૂર છે, જે આતંકવાદીઓને ફન્ડિંગ અને બચાવ કરે છે. તેઓને દંડિત કરવા પડશે. તેઓએ આતંકવાદી સંગઠનોની સાથે શાંતિ કરાર કરવા વિશે કહ્યું કે, આવા કરારમાં સુખશાંતિની ગેરેન્ટી લેવી જરૂરી છે. જનરલ રાવતે કહ્યું કે, અફઘાનિસ્તાને પણ શાંતિ કરાર કરવા પડશે. તાલિબાન હોય કે આતંકવાદમાં માનતુ કોઈ પણ સંગઠન હોય, તેઓએ આતંકી વિચારોને ત્યાગી દેવા જોઈએ. તેઓએ મુખ્યધારાની રાજનીતિમાં આવવુ પડશે. આપણે આતંકવાદને નાબૂદ કરવુ પડશે અને આવું માત્ર એક રીતે કરી શકાશે, જે રીત અમેરિકાએ /૧૧ના હુમલા બાદ અપનાવ્યું હતું. કાર્યક્રમમાં એક સવાલના જવાબમાં સીડીએસએ કહ્યું કે, લોકોને કટ્ટર બનાવનારાઓની ઓળખ કરીને તેઓની વિરુદ્ધ કાર્યવાહી કરવાની જરૂર છે. તેમણે કહ્યું કે, સ્કૂલ, યુનિવર્સિટીથી લઈને ધાર્મિક સ્થળોઓએ પણ કટ્ટરતાના પાઠ ભણાવવામાં આવી રહ્યાં છે.

               હકીકતમાં, તેઓને પૂછવામાં આવ્યં કે, જો દેશમાં કટ્ટરતાની વિરુદ્ધ અભિયાન સફળ સાબિત નહિ થાય તો આતંકવાદને કેવી રીતે કાબૂ કરી શકાશે, તેના જવાબમાં સીડીએસએ કહ્યું કે, કટ્ટરવાદને નાબૂદ કરી શકાય છએ. તેઓ કોણ લોકો છે, જે બીજાને કટ્ટર બનાવી રહ્યાં છે. સ્કૂલોમાં, યુનિવર્સિટીમાં આવા લોકો છે. આવા લોકોના ગ્રૂપ છે, જે કટ્ટરતા ફેલાવી રહ્યાં છે. આપણે પહેલા તેની નસ પકડવી પડશે. તેઓની ઓળખ કરીને તેઓને અલગ પાડવા પડશે. જે લોકો પૂરી રીતે કટ્ટર બની ચૂક્યા છે, તેઓથી શરૂઆત કરવી પડશે. તેઓને કટ્ટરતા વિરુદ્ધ કાર્યક્રમોમાં સામેલ કરવા પડશે. જમ્મુ-કાશ્મીરમાં લોકોને કટ્ટર બનાવવામા આવ્યા. ૧૨ વર્ષના કિશોર-કિશોરીઓને પણ કટ્ટરતાના પાઠ ભણાવવામાં આવી રહ્યાં છે.

(7:57 pm IST)