Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

સંરક્ષણ ફાળવણીમાં ફરીથી વધારો કરાય તેવી સંભાવના

વૈશ્વિક સ્થિતીને ધ્યાનમાં લઇને પગલા લેવાશે : સંરક્ષણ ક્ષેત્રને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવાની જરૂરિયાત દેખાઇ રહી છેઃ પાકિસ્તાનની સાથે સંબંધો સ્ફોટક બન્યા

નવી દિલ્હી,તા. ૧૬  બજેટ આડે ગણતરીના દિવસો રહ્યા છે ત્યારે વર્તમાન સ્થિતીને ધ્યાનમાં લઇને  સંરક્ષણ ફાળવણીમાં ઉલ્લેખનીય વધારો કરવામાં આવે તેવા સમાચાર મળી રહ્યા છે. મોદી સરકાર સતત બીજી અવધિ માટે સત્તામાં આવ્યા બાદ  તેનુ બીજુ બજેટ રજૂ કરનાર છે છતાં તેમાં કેટલીક ઉપયોગી જાહેરાત કરવામાં આવી શકે છે. આના ભાગરૂપે  બજેટમાં સંરક્ષણ ફાળવણીને વધારી દેવા માટે કેટલાક કારણો રહેલા છે. હાલમાં ત્રાસવાદી હુમલામાં સતત વધારો થયો છે. જેથી સુરક્ષા જરૂરિયાતોને ધ્યાનમાં લઇને કેટલીક નવી જોગવાઇ કરવામાં આવી શકે છે. બીજી બાજુ પેન્શનબિલમાં પણ વધારો કરવામાં આવી શકે છે.  અધિકારીઓએ માહિતી આપતા કહ્યુ હતુ કે સંરક્ષણ મંત્રાલય અન્ય કેટલાક મહત્વના પગલાની માંગ કરી રહ્યુ છે. નાણાં મંત્રાલય સમક્ષ તેના દ્વારા રજૂઆત કરવામાં આવી ચુકી છે. કેટલાક પ્રોજેક્ટ સમયસર હાથ ધરી શકાયા નથી જેથી વધારે ફંડની માંગ કરવામાં આવી છે.   વન રેન્ક વન પેન્શન કારણે પણ સરકાર પર વધારે બોજ આવી ગયો છે. આ યોજના મોદી સરકાર અમલી બનાવી ચુકી છે.  સંરક્ષણ ક્ષેત્ર માટે કુલ  ફાળવણી કેટલી રહેશે તે સંબંધમાં વધારે માહિતી મળી શકી નથી. દુનિયાના તમામ દેશો તાજેતરના સમયમાં સંરક્ષણ બજેટમાં વધારો કરી રહ્યા છે.ભારતે વર્ષ ૨૦૧૯માં પાકિસ્તાનમાં બે વખત કાર્યવાહી કરી હતી. જેથી તેની સાથે સંબંધો હજુ વિસ્ફોટક રહેલા છે. જેથી બજેટમાં સંરક્ષણ ક્ષેત્રને પ્રાથમિકતા મળી શકે છે.  નાણાં પ્રધાન નિર્મલા સીતારામન પહેલી ફેબ્રુઆરીના દિવસે બજેટ રજૂ કરનાર છે. બજેટમાં વર્તમાન  વૈશ્વિક સ્થિતી અને ખાસ કરીને પડોથી દેશ પાકિસ્તાન અને ચીનની હિલચાલને ધ્યાનમાં લઇને બજેટમાં નવી જોગવાઇ કરવામાં આવી શકે  છે. હાલમાં પાકિસ્તાન અને ચીન તરફથી સરહદ પર કેટલીક જટિલ સ્થિતી ઉભી કરવામાં આવી રહી છે.  નાણાપ્રઘાન તરીકે સીતારામન કેટલીક બેઠકો કરી ચુક્યા છે. જુદા જુદા ક્ષેત્રો સાથે તેમની બેઠક થઇ ચુકી છે.પ્રચંડ બહુમતિ સાથે સત્તામાં આવ્યા બાદ  તમામ વર્ગના લોકો માટે કેટલીક જાહેરાત ચોક્કસપણે કરવામાં આવી શકે છે. વર્તમાન સરકાર દ્વારા આ બીજુ બજેટ રજૂ કરવામાં આવનાર છે જેમાં મધ્ય વર્ગ માટે ટેક્સ રાહતો જાહેર કરાશે. સાથે સાથે ગ્રામીણ વિસ્તારમાં રહેતા લોકોની તકલીફો દૂર કરવા ઉપર ધ્યાન અપાશે. નાણામંત્રી તરીકેની જવાબદારી સંભાળી ચુકેલાસીતારામન માટે અનેક પડકારો રહેલા છે. ઇન્કમ ટ્રાન્સફર સહિત જુદા જુદા વિકલ્પ સાથે કૃષિ પેકેજ ઉપર વાતચીત ચાલી રહી છે. આ ઉપરાંત વધુ ઉદાર લઘુત્તમ સમર્થન મૂલ્ય સ્કીમ જાહેર થઇ શકે છે. ઉપરાંત પાર્ટ લોન માટે વ્યાજ માફીની જાહેરાત પણ કરવામાં આવી શકે છે. અન્ય પગલા ઉપર પણ ચર્ચા ચાલી રહી છે.  મળેલી માહિતી મુજબ ખેડૂતોની તકલીફ દૂર કરવા પગલા લેવાશે. આવક આધાર માટે પણ કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે.  નાણાંપ્રધાન સામે આર્થિક મંદીની સ્થિતી વચ્ચે તમામ વર્ગને રાજી રાખવાની બાબત હાલમાં શક્ય દેખાતી નથી. નાણાંપ્રધાન તરીકે સીતારામન અને મોદી સરકારની હાલમાં ચારેબાજુ કેટલાક પાસાને લઇને ખાસ કરીને મોંઘવારીને લઇને વ્યાપક ટિકા થઇ રહી છે.

(4:08 pm IST)