Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

પૂર્વ એડીજી સહીત પાંચ ઉપર છેતરપિંડી અંગે ફરિયાદ

યુપીના ગાઝીપુરના પોલીસના પગારમાંથી પૈસા કાપી લેવાના ૨૦૧૧ના મામલામાં

ગાઝીપુરઃ વર્તમાન એસસી/ એસટી આયોગ ચેરમેન અને પૂર્વ એડીજી બૃજલાલ અને અન્ય કેટલાક પોલીસ અધિકારીઓ સહિત  પાંચ લોકો ઉપર કેસ નોંધાયેલ છે. આ કેસ હાઈકોર્ટના આદેશ ઉપર નોંધાયેલ. સમગ્ર મામલો પોલીસ કર્મીઓના પગારમાંથી ૨૫ રૂપીયા કાપવાનો છે. ૨૦૧૧માં અરાજપત્રિત પોલીસ વેલફેર એસોસીએશનના અધ્યક્ષ બૃજેન્દ્ર યાદવે આ વિરૂધ્ધ ફરીયાદ  દાખલ કરેલ. અરજી ઉપર સુનાવણી દરમિયાન કોર્ટે ફરિયાદ નોંધવાનો આદેશ આપેલ. ત્યારબાદ આરોપીઓ હાઈકોર્ટમાં ગયેલ પણ ત્યાં પણ તેમને કોઈ રાહત ન મળેલ.

(3:39 pm IST)