Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

પીએસયુ વિમા કંપનીઓને જંગી નાણાં મળે તેવા સંકેત

બજેટને લઇને વિમા કંપનીઓને પણ આશા : વ્યકિતગત ફાળવણી કરવાને લઇ ગણતરીઓનો દોર શરૂ

નવી દિલ્હી તા. ૧૬ : નાણામંત્રી નિર્મલા સીતારામન પહેલી ફબ્રુઆરીના દિવસે બજેટ રજુ કરનાર છે. આવનાર છે. બજેટમાં પીએસયુ જનરલ ઇન્સ્યોરન્સ માટે વધુ નાણા ઠાલવવાની જાહેરાત કરવામાં આવી શકેછે. વિમા કંપનીઓને રાહત આના લીધે મળી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્સિયલ સર્વિસ દ્વારા ત્રણ વિમા કંપનીઓ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની, ઓરિયેન્ટલ ઇન્સ્યોરન્સ કંપની અને યુનાઇટેડ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીમાં ફંડ ઠાલવવા માટે બજેટમાં ચોક્કસ રૂપિયાની માંગ કરવામાં આવી છ. બજેટમાં આપવામાં આવનાર મુડી પર આધારિત વ્યકિતગત ફાળવણી ખુબ ઉપયોગી રહેનાર છે. આ મુડી તેમની નાણાંકીય સ્થિતિને મજબુત કરવામાં ભૂમિકા આદ કરશે. સરકારી માલીકીની કંપનીઓ સહિત ઘણી બધી સામાન્ય વિમા કંપનીઓની પ્રોફિટિબીલીટીને પણ ધ્યાનમાંં લેવામાં આવી રહી છે. ૩૧ માર્ચ ર૦૧૭ મુજબ ત્રણેય કંપનીઓએ સાથે મળીને ર૦૦ ઇન્સ્યોરન્સ પ્રોડકટસ મેળવી હતી. અને કુલ પ્રિમિયમનો આંકડો ૪૧૪૬૧ કરોડનો રહ્યો હતો. માર્કેટ હિસ્સેદારી ૩પ ટકાની આસપાસની હતી. તેમની સંયુકત સંપત્તિ ૯ર૪૩ કરોડ રહી હતી. કુલ કર્મચારીઓની સંખ્યા ૬૦૦૦ ઓફિસોમાં ૪૪૦૦૦ રહી હતી. બજેટને લઇને વિમા કંપનીઓનું ધ્યાન પણ કેન્દ્રિત થઇ ગયુ ંછે. વીમા કંપનીઓ સામે પણ હાલમાં કેટલીક સમસ્યા ઉભી થઇ રહી છે. આ તમામ બાબતોને ધ્યાનમાં લેવામાં આવી રહી છે પ્રાપ્ત માહિતી મુજબ બજેટમાં કેટલાંક પગલા વિમા કંપનીઓના હિતને ધ્યાનમાં લઇને કરવામાં આવી શકે છે. વ્યકિતગત ફાળવણી કરવાના મામલે પણ જુદા જુદા નિષ્ણાંતો સાથે હાલમાં ચર્ચા જરૂરી છે. બજેટમાં માત્ર સામાન્ય લોકોની જ નહીં બલ્કે કોર્પોરેટ જગત, વીમા, શેરબજારની પણ નજરે છે.

(3:33 pm IST)