Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ધોની યુગનો અંત !

બીસીસીઆઇ દ્વારા એ પ્લસ, એ, બી, સી ગ્રેડના ખેલાડીઓના નામો-કોન્ટ્રાકટ જાહેર : બીસીસીઆઇ તરફથી મળ્યો નિવૃત્તિનો સંકેત ! કોન્ટ્રાકટ લીસ્ટમાંથી નામ બહાર

નવી દિલ્હી તા. ૧૬: ટીમ ઇન્ડિયાના સ્ટાર વિકેટ કીપર-બેટ્સમેન એમ.એસ. ધોની વિશ્વકપ-૨૦૧૯ બાદથી ટીમ ઇન્ડિયાનો હિસ્સો નથી. ધોનીની વાપસીની અટકળો વહેતી થઇ હતી પરંતુ તેની વાપસી હજુ સુધી થઇ નથી. આ દરમિયાન બીસીસીઆઇ તરફથી ધોનીને એક મોટો આંચકો આપવામાં આવ્યો છે અને ધોનીને સેન્ટ્રલ કોન્ટ્રાકટ લીસ્ટમાંથી બહાર રાખવામાં આવેલ છે.

ક્રિકેટ બોર્ડ ૨૦૧૯-૨૦માંથી સેન્ટ્રલ કોન્ટ્રાકટની જાહેરાત કરી છે. જેમાં વિરાટ કોહલી, બુમરાહ અને રોહિત શર્માને જ એ પ્લસ કેટેગરીમાં રાખવામાં આવેલ છે. પરંતુ ધોનીને આ સમગ્ર લીસ્ટમાંથી બહાર રાખવામાં આવેલ છે. આ કોન્ટ્રાકટ ઓકટોબર ૨૦૧૯થી લઇને સપ્ટેમ્બર ૨૦૨૦ સુધીનો છે. ધોની ગયા વર્ષ સુધી એ ગ્રેડમાં હતો. અને તેને વર્ષે પાંચ કરોડ મળતા હતાં. જ્યારે એ પ્લસમાં કોહલી સહિતનાઓને વર્ષે ૭ કરોડ મળતા હતાં.

આ સિવાય લીસ્ટ એમાં ૧૧ ખેલાડીઓને સામેલ કરાયા છે. જેમાં રહાણે અને પંત, અશ્વિન, રવિન્દ્ર જાડેજા, ભુવનેશ્વર કુમાર, કે.એલ. રાહુલ, શિખર ધવન, મોહમ્મદ શમી, ઇશાન શર્મા, કુલદિપ યાદવ જેવા ખેલાડીઓ છે. જ્યારે ગ્રેડ બીમાં પાંચ ખેલાડીઓ છે. તેમાં સહા, ઉમેશ યાદવ, ચહલ, હાર્દિક પંડ્યા અને મયંક અગ્રવાલ છે. જ્યારે ગ્રેડ સીમાં આઠ ખેલાડીઓ છે. તેમાં કેદાર જાદવ, નવદીપ સૈની, દિપક ચહર, મનિષ પાંડે, હનુમા વિહારી, શાર્દુલ ઠાકુર, શ્રેયસ ઐયર અને વોશિંગ્ટન સુંદર છે.

ધોનીનું નામ નહીં આવતા સમર્થકો તરફથી એવો સવાલ ઉઠી રહ્યો છે કે શું ધોનીની કારર્કિદી સમાપ્ત થઇ ગઇ ?

આ લીસ્ટમાં ધોનીનું નામ સામેલ નહીં હોવાથી સવાલ ઉભો થાય છે કે શું હવે ધોની ટીમ ઇન્ડિયા તરફથી નહીં રમી શકે ? જો કે, આવું નથી. કારણ કે, જે ખેલાડી કોન્ટ્રાકટનો હિસ્સો નથી તે પણ પ્લેઇંગ ઇલેવનનો હિસ્સો હોય છે. ધોનીએ ખુદે જ હાલ ટીમમાંથી બહાર કરેલ છે. આ આ જ કારણે કોઇ સિરીઝ તે રમતો નથી. બીસીસીઆઇ તરફથી કહેવાયું છે કે, જ્યારે ધોની ખુદ સિરીઝમાં પસંદગી માટે ઉપલબ્ધ હોવાનું જણાવશે તો તેની પસંદગી થઇ શકશે.

(3:27 pm IST)