Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

કેન્દ્રના વિરૂધ્ધમાં ત્રુણમુલ કોંગ્રેસ સાથે હાથ મિલાવવા તૈયાર છે ડાબેરી... જો કે કાલની દિલ્હી બેઠકમાં મમતા ગેરહાજર રહયા

સીતારામ યેચુરી બોલ્યા સંવિધાન વિરોધી કાળા કાનુન વિરૂધ્ધમાં બધાયે એક થવું જરૂરીઃ આસામમાં સીએએના પતાકડા સળગાવ્યાઃ મુખ્યમંત્રીને કાળા ઝંડા દેખાડાયા

ગૌહાટીમાં સીએએના સંશોધીત બીલને સળગાવવામાં આવ્યા હતા.

કોલકતા, તા., ૧૬: માર્કસવાદી પાર્ટીના  સીતારામ યેચુરીએ સંશોધીત નાગરીકતા કાનુન (સીએએ) અને નેશનલ રજીસ્ટર ઓફ સીટીઝન (એનઆરસી)ના વિરોધ માટે પશ્ચિમ બંગાળમાં સતારૂઢ ત્રુણમુલ કોંગ્રેસ સાથે હાથ મેળવવાથી કોઇ છોછ નથી તેવું જણાવ્યું છે. તેમણે કહયું કે, સીએએ અને એનઆરસીના રાષ્ટ્રીય સ્તર ઉપર થઇ રહેલા વિરોધ માટે દિલ્હીમાં તમામ વિરોધીદળોએ એક બેઠક કરી. આ બેઠકમાં ત્રુલમુલ કોંગ્રેસના મમતા બેનર્જી સામેલ થયા ન હતા. અમે રાજયમાં એકબીજાના વિરોધી હોઇ શકીએ પણ સાર્વભૌમત્વ (સમગ્ર ભારતના મુદ્દે) અમને એક સાથે લડાઇ લડવામાં કોઇ વાંધો નથી.

સીએએ અને એનઆરસીને લઇને કેન્દ્ર સરકારને ખુબ આડે હાથ લેવાઇ રહી છે. યેચુરીએ કહયું કે, આપણે બધાએ સંવિધાનનું રક્ષણ કરવું પડશે.

દરમિયાન ગૌહાટીના આસામમાં વિરોધ-વંટોળ ચરમ સીમા ઉપર છે. આ વખતે  ભોગાલી બિહુની ઉજવણી કરી રહેલા સ્થાનીક લોકોએ નાગરીકતા સંશોધન કાનુનનો જોરદાર વિરોધ કર્યો હતો. ભોગાલી બિહુની ઉજવણી દરમિયાન બુધવારે સીએએના પતાકડા સળગાવવામાં આવ્યા હતા. આ ઉજવણી માટે અગ્નીની સેવા કરવા માટે લાકડાઓ અને ફુસ સળગાવવામાં આવે છે જેન સાથે સીએએના પતાકડા પણ સળગાવવામાં આવ્યા હતા. ભોગાલી બિહુનો  સામાન વેચી રહેલા દુકાનદારોએ સીએએને નહિ માનીએ તેવા લખાણો દર્શાવતા બોર્ડ પોતાની દુકાનો ઉપર લગાવ્યા છે.

આસામના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલ દોઢ મહિના પછી પોતાના ઘર દિબ્રુગઢના મુલક ગાંવમાં બિહુ બનાવવા ગૌહાટીથી દિબ્રુગઢના મોહનવાડી હવાઇ અડ્ડા ઉપર હેલીકોપ્ટરથી પહોંચ્યા. ત્યાંથી મુલકગાંવ રોડ રસ્તે ગયા ત્યારેઅખીલ આસામ છાત્ર સંઘના સભ્યોએ કાળા ઝંડા ફરકાવી વિરોધ દર્શાવ્યો હતો અને પ૦ફુટ ઉંચા મુખ્યમંત્રીના પુતળા બનાવી તેમના ઉપર બીજા ચહેરા લગાવી સળગાવી દઇ વિરોધ નોંધાવ્યો હતો.

(1:18 pm IST)