Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

૧૦ વર્ષનો વકીલાતનો અનુભવ હશે તે વકીલો જ હાઇકોર્ટ અને સુપ્રિમ કોર્ટમાં કેસ લડી શકશે ?

નવી દિલ્હીઃ જે રીતે કેસો '' અરજન્ટ હીગરીંગ'' માટે કેટલાક વકીલો કેસો ''મેન્સન'' કરવા દોડી આવે છે તે સામે નારાજગી દર્શાવતા દેશના ચીફ જસ્ટીસ શ્રી બોબડેએ સુચન કરેલ કે સુપ્રિમ કોર્ટ અને હાઇકોર્ટો સમક્ષ એપીયર થતા વકીલો માટે ચોકકસ અનુભવ હોવો જરૂરી બનાવવુ જોઇએ.. જવાબમાં સુપ્રિમકોર્ટ બાર એસોસીએશનના પ્રેસીડેન્ટ અને વરિષ્ઠ ધારાશાસ્ત્રી શ્રી દુષ્યંત દવેએ આ સુચનને વધાવી લેતા કહેલ કે ૧૦ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ હોવો જરૂરી છે

(1:17 pm IST)