Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

તામિળનાડુમાં જલ્લીકટ્ટુ ઉત્સવમાં આખલાઓથી ૩૨ને ઈજાઃ ૪ ગંભીર

૩૧મીસુધી સમગ્ર રાજયમાં અનેક જગ્યાએ કાર્યક્રમો યોજાશે

મદુરાઈઃ તામિળનાડુના મદુરાઈ શહેર ખાતે યોજાયેલા જલ્લીકટ્ટુ કાર્યક્રમ દરમિયાન દોડી રહેલા આખલાઓએ દર્શકો અને સ્પર્ધકોને નિશાન બનાવતાં ૩૨ને ઈજા પહોંચી હતી. ગંભીર રીતે ઘવાયેલા ચારને મદુરાઈ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પાક લણણીના તહેવાર પોંગલ પ્રસંગે યોજા દોડતા અખલાને વશમાં લેવાના જલ્લીકટ્ટુ કાર્યક્રમનો ગઈકાલથી આરંભ થયો હતો.

મદુરાઈ જિલ્લામાં બે દિવસ સુધી યોજાનારા કાર્યક્રમમાં ૨૦૦૦ આખલા ભાગ લેશે. ૩૧ જાન્યુઆરી સુધી રાજયમાં આવા હજારો કાર્યક્રમ યોજાતા રહેશે.

તામિળનાડુના વિવિધ જિલ્લાઓમાં જલ્લીકટ્ટુ કાર્યક્રમના આયોજન માટે મદ્રાસ હાઈકોર્ટે આપેલા ચુકાદાને પડકારતાં દાખલ થયેલી અરજીની સુનાવણી કરવા સુપ્રીમે ઈનકાર કરી દીધો હતો. ખેડૂતે માગણી કરી હતી કે જિલ્લા કલેકટરની નિગરાની હેઠળ કાર્યક્રમનું આયોજન થવું જોઈએ.

(1:16 pm IST)