Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

દોઢ કલાક મોડા શરૂ થયેલા એમેઝોન 'સંભવ' સંમેલનમાં ગુસ્સે ભરાયેલા નારાયણ મુર્તિ માત્ર પાંચ મિનીટ બોલ્યા!

જેફ બેજોસની ભારત યાત્રા શરૃઃ એમેઝોન ભારતમાં નાના કારોબારીઓને પ્રોત્સાહીત કરવા ૭૧ હજાર કરોડનું રોકાણ કરશે : ભાષણ ટુંકાવી મંચ છોડી ગયેલા સમયના પાબંદ એન.નારાયણમુર્તિ જેફ બેજોસ દ્વારા આમંત્રણ મળતા સન્માનપત્ર સ્વીકારવા ફરી સ્ટેજ ઉપર ગયા

નવી દિલ્હી,તા., ૧૬: દિલ્હીના જવાહરલાલ નહેરૂ સ્ટેડીયમમાં બે દિવસીય  એમેઝોન સંભવ સંમેલન બુધવારથી શરૂ થયું. આ સમીટમાં ઇન્ફોસીસના ફાઉન્ડર એન. નારાયણમુર્તિ પણ સામેલ થયા. જો કેકાર્યક્રમ મોડેથી શરૂ થવાના કારણે તેઓ નારાજ થઇ ગયા હતા.  તેમને ર૦ મીનીટભાષણ આપવાનુંહતું પરંતુ તેમણે પોતાની સ્પીચ માત્ર પમીનીટમાં આટોપી લીધી હતી. તેમણે ભાષણમાં કહયુંકે,દોઢ કલાક જેવો સમય વિતી ગયો છે તેમને ર૦ મીનીટ બોલવા માટે ફાળવવામાં આવી હતી.

એન.નારાયણમુર્તિએ ૧૧.૪પ સુધીમાં પોતાની સ્પીચ ખતમ કરવાની હતી. તેમને આશા હતી કે તેઓ ર૦ મીનીટ સુધી બોલશે પરંતુ કાર્યક્રમ મોડો શરૂ થવાને કારણે એ શકય ન બન્યું. સૌ જાણે છે કે નારાયણમુર્તિ સમયના પાબંધ છે. તેઓએ પાંચ મીનીટમાં જ ભાષણ પુરૂ કરી મંચ ઉપરથી ચાલતી પકડી હતી. પાછળથી જેફ બેજોસે તેમને પ્રસશા પત્ર આપવા મંચ પર બોલાવ્યા હતા ત્યારે નારાયણ મુર્તિ તેમના મેનર્સ મુજબ મંચ ઉપર ઉપસ્થિત થયા હતા.

ઉલ્લેખનીય છે કે, એમેઝોન સંભવ સમીટ  નાના અને મધ્યમ કક્ષાના વ્યાપારીઓ માટ ેઆયોજીત કરવામાં આવ્યું છે.આ સમીટમાં૧૦૦થી વધુ ગ્લોબલ લીડર અને ઇન્ડ્રસ્ટ્રી એક્ષપર્ટ આવશે.અમેજનના ફાઉન્ડર  જેફ બેજોસ પણ સમીટ માટે ભારત આવ્યા છે.  જેફ બેજોસે દિલ્હીમાં  સમીટમાં ઉપસ્થિત રહેવાની સાથે સાથે બાળકો સાથે પતંગ ઉડાડી ભારતીય સંસ્કૃતિ સાથે હળીમળી ગયા હતા. જેફ બેજોસે કહયું કે, ર૦રપ સુધી એમેઝોન ભારતમાં મેઇક ઇન ઇન્ડીયા અંતર્ગત ૭૧ હજાર કરોડ રૂપીયાનો સામાન નિકાસ કરશે. આ ઉપરાંત ભારતમાં નાના વેપારીઓને પ્રોત્સાહીત કરવા માટે ૭૧હજાર કરોડનું રોકાણ કરવામાં આવશે.

(1:15 pm IST)