Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

એફીલ ટાવરથી ઉંચા રેલ્વે પુલ ઉપર ર૪ કલાક રહે છે પ્રાઇમ મીનીસ્ટર નરેન્દ્ર મોદી ઓફીસની નજર

કાશ્મીર ઘાટીમાં વિકાસના માર્ગ ખુલ્લો કરતો દુનિયાનો સૌથી ઉંચો રેલ્વે પુલ તૈયાર થઇ રહયો છે : ૪૦ કિલોગ્રામ વિસ્ફોટકનો જોરદાર વિસ્ફોટ અને ૮ રીકટર સ્કેલની તીવ્રતાનો ધરતીકંપ પણ પુલને હચમચાવી નહિ શકેઃ નદીના તળથી ઉંચાઇ ૩પ૯ મીટર!

નવી દિલ્હી, તા., ૧૬:  કાશ્મીર ઘાટીને રેલ માર્ગના માધ્યમથી બાકીના દેશ સાથે જોડવાવાળા અને ચીનાબ નદી પર બનાવવામાં આવી રહેલા દુનિયાના સૌથી ઉંચા પુલને ૪૦ કિલોગ્રામ વિસ્ફોટકનો ધડાકો અને ૮    રીકટર સ્કેલની તીવ્રતાનો ધરતીકંપ પણ કોઇ અસર નહી કરી શકે આ દાવો કોંકણ રેલ્વેના એક ઉચ્ચ એન્જીનીયરે કર્યો છે. હાલમાં જ રેલ્વે મંત્રી પિયુષ ગોયેલે નિર્માણ પામી રહેલા ચીનાબ નદી ઉપરના પુલની તસ્વીરો પોતાના ટવીટર હેંડલ ઉપર જાહેર કરી હતી.

આ પ્રોજેકટને કાર્યાન્વીત કરવામાં ઉંધે માથે થયેલા કોંકણ રેલ્વેના ચીફ એન્જીનીયર  આર.કે.હેગડેએ કહયું કે, માનવ નિર્મિત એક વધુ આશ્ચર્ય સર્જનાર આ પ્રોજેકટ ઉપર  નરેન્દ્ર મોદી કાર્યાલય (પીએમઓ) અને રેલ્વે બોર્ડની સીધી નજર છે. હેગડેએ કહયું કે, એક મીનીટ માટે પણ સીસીટીવી બંધ થઇ જાય તો પ્રાઇમ મીનીસ્ટરમાંથી ફોન આવી જાય છે.

ભારતીય રેલ્વે સ્થાનીક જરુરીયાતો પુરી કર્યા બાદ ઉત્પાદીત રેલ્વેના કોચને નિકાસ કરવા ઉપર પણ નજર દોડાવી રહી છે. રેલ્વે બોર્ડના સભ્ય રાજેશ અગ્રવાલે જણાવ્યું કે, હવે કોઇ પણ ગ્રાહકને અનુકુળ  ડબ્બા અને વેગનની ડીઝાઇન બનાવવામાં રેલ્વે સક્ષમ છે. જેને લઇને કોચની નિકાસમાં  દેશનો હિસ્સો વધવાની સંભાવનાના દ્વાર ખુલી જશે.

રેલ્વેએ એવી ટેકનીક વિકસીત કરી છે કે ડબ્બા આપોઆપ જકહેશે કે પાણી ખુટવા જઇ રહયું છે. પાણી ભરવાની સુવિધાવાળા  આગામી સ્ટેશન ઉપર પ્રભારીને તેની સુચના પહોંચી જાશે. અગ્રવાલે બુધવારે જણાવ્યું કે, આ વર્ષના અંત સુધીમાં રેલ્વેના ડબ્બાઓમાં આ ઉપકરણ લગાવવામાં આવશે. આ ટેકનીકથી ટાંકીથી અડધુ પાણી ખુટવાના સમયે કે ટાંકી ખાલી થવાના નિર્દેશ આગલા સ્ટેશનને પહોંચી જશે.

(1:15 pm IST)