Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

લખનૌની અનામીકાની ફિલ્મ ઓસ્કારના લીસ્ટમાં સામેલ

જોસેફ બોર્ન ઇન ગ્રેસને બેસ્ટ પીકચર કેટેગરીમાં નોમીનેટ કરાઇ

લખનૌઃ ઉત્તરપ્રદેશની રાજધાની લખનૌમાં જન્મેલ અનામીકા આખા વિશ્વમાં પોતાની ચમક વિખરશે. તેની ડેબ્યુ ફિલ્મ જોસેફ બોર્ન ઇન ગ્રેસને ભારતે ઓરકારમાં મોકલનારી ૧૦ ફિલ્મોમાં સામેલ કરેલ છે. આ ફિલ્મને બેસ્ટ પીકચર કેટેગરીમાં નામાંકીત કરાઇ છે. આ ફિલ્મ રાનીખેત સ્થિત અનામીકાના ઘરમાં ફિલ્માવાય છે.

અનામીકાનો જન્મ લખનૌમાં થયેલ. જો કે તેનું મુળ ગામ ઉત્તરાખંડનું રાનીખેત છે પણ નોકરીના કારણે તેના પિતા લાંબો સમય લખનૌમાં રહેલ. લખનૌની આર્મી પબ્લીક સ્કુલ અને બાદમાં આઇએમએમ ભોપાલથી અનામીકા ભણી હતી. હાલ અનામીકા ગોમતીનગરમાં યોગ શિખવાડે છે. અનામીકા અનુસાર ફિલ્મના પ્રોડયુસર અશોક મહાપાત્રા તેમના પારીવારીક મિત્ર છે. તે અશોક અને સુશાંત ફિલ્મ માટે નવા ચહેરાની તલાશમાં હતા. અને અનામીકાને જ ફિલ્મમાં હિરોઇન તરીકે લીધી હતી.

ફિલ્મનું શુટીંગ રાનીખેત પાસેના તલ્લા રામગઢમાં થયુ છે. અનામીકાએ જણાવેલ કે અગાઉ તેણે કયારેય એકટીંગ કરી ન હતી. સ્કુલના દિવસોમાં થોડુ એવુ થીયેટર કરેલ પણ અભિનયનો કોઇ કોર્ષ કયારેય નથી કર્યો. અનામીકાની ફિલ્મ ગોવા ફિલ્મ ફેસ્ટીવલની સાથે દેશ-વિદેશમાં ઘણા ફેસ્ટીવલમાં પ્રદર્શીત થઇ તેને હવે ઓસ્કારની રાહ છે.

જોસેફ બોર્ન ઇન ગ્રેસ ફિલ્મથી સીનેમા જગતમાં પણ માંડનાર અનામીકા ખુબ જ ખુશ છે. તેણે જણાવેલ કે આવડા મોટા એવોર્ડ માટે મારી ફિલ્મનું નામાંકન કોઇ ઉપલબ્ધીથી કમ નથી. હું મારી ખુશી શબ્દોમાં વ્યકત કરી શકુ તેમ નથી. એમ લાગે છે કે જાણે સપનું હકીકત થઇ રહયું છે. મને આશા છે કે આ ફિલ્મને ઓસ્કારમાં જરૂર સન્માન મળશે.

ફિલ્મની સ્ટોરી

જોસેફ બોર્ન ઇનગ્રેસની એક એવા બાળકની આસપાસ છે. જેની માતા તેને જંગલમાં છોડી દે છે. બાળકનું નામ જોસેફ છે, જેને ચર્ચના ફાધર ઓહરા દત્તક લઇ દેખભાળ મોલારામ કરે છે. બાળક મોટુ થઇ દહેરાદુન ભણવા જાય છે. ત્યાં કુકીંગની ટ્રેનીંગ લ્યે છે, દરમિયાન નશાની લતે ચડી જાય છે. ફાધર ઓહરા બાળકને પોતાના મિત્રને ઘરે મોકલી આપે છે. જેથી તે નશાથી દુર રહે.

ફિલ્મમાં વિકટર બેનર્જી સુબ્રત દત્તા, સુધીર  પાલ્સને અને દર્શન જુયાલ મુખ્ય ભૂમિકામાં છે.અનામીકા ફિલ્મમાં ડોનાનો કિરદાર નિભાવી રહી છેે. જયારે સુબ્રત દત્તાએ જોસેફનો રોલ નિભાવ્યો છે. બંને બાળપણના મિત્રો હોય છે અને એક બીજાને પ્રેમ કરવા લાગે છે. પણ સુબ્રતને દારૂ પીવાની લતના કારણે બધાની નજરમાંથી ઉતરી જાય છે. જયારે તેને અહેસાસ થાય છે. ત્યારે તે પોતાની હાલતમાં સુધાર પણ કરે છે. વિકટર બેનર્જી ફિલ્મમાં ફાધર મોહરાનો રોલ નિભાવતા નજરે પડશે.

(1:14 pm IST)