Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

સાપ જે કાંચળી ઉતારે એમ દસ વર્ષના છોકરાની ત્વચા અવારનવાર ખરી પડે છે

નવી દિલ્હી તા. ૧૬: ઓડિસાના ગંજિમ જિલ્લામાં રહેતો જગન્નાથ નામનો દસ વર્ષતો છોકરો અત્યંત રેર ગણાતા ડિસઓર્ડરથી પીડાય છે. જેને કારણે તેના શરીરની ત્વચા દરે થોડાક સમયે જાડી અને કડક થઈ જાય છે. અમાં તિરાડ પડે છે અને પછી એ ખરી પડે છે. આ ત્વચાના રોગને કારણે બાળકની ત્વચા સતત ડ્રાય જ રહે છે. આમ તો કોઈ સ્વસ્થ વ્યકિતની ત્વચાના કોષો પણ સમયાંતરે ડ્રાય થઈને એમાંના મૃતકોષો ખરી જ પડતાં હોય છે, પરંતુ એ પ્રોસેસ ઘણી લાંબી હોય છે. જ્યારે જગન્નાથના કસમાં તો ત્વચા સતત જાડી અને ડ્રાય થતી જ રહે છે. તેના પિતા પ્રભાકર પ્રધાન ખેતમજૂરનું કામ કરે છે અને દીકરાની સારવારનો ખર્ચ ઉઠાવી શકે એમ નથી. પિતાનું કહેવું છે ક'માચે દીકરો જન્મ્યો ત્યારથી જ તેને તકલીફ છે અને ડોકટસેનું કહેવું છે કે એનો કોઈ ઇલાજ નથી. મારી પાસે પુરતા પૈસા નથી કે હું તેન મોટા દવાખાને લઈ જઈને સારવાર કરાવું અને તેની ત્વચા ડ્રાય થઈને ખરી પડવાની પ્રક્રિયાન ધીમી પાડી શકુ.'

આ રોેગ બે લાખ લોકોમાં એકાદ વ્યકિતને જોવા મળ છે અને એના ૨૦ પ્રકાર છે. જગન્નાથની તકલીફ ખૂબ જ ગંભીર છે કેમ કે ત્વચાની ડ્રાયનેસ અને ખરી પડવાની ઝડપ અતિશય વધારે છે.

(1:12 pm IST)