Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ભારતીય સિનિયર સિટીજન ઓફ શિકાગો એ વર્ષ 2020-2021 માટે નવી કાર્યકારી સમિતિની ઘોષણા કરી

શિકાગો : 10 જાન્યુઆરી, 2020 ના રોજ બીએસસીના નવા ચૂંટાયેલા હરીભાઇ પટેલેએ  શિકાગોના નવા ભારતીય સિનિયરોની નવી કાર્યકારી સમિતિની ઘોષણા કરી,  કરી અને તેનું સ્વાગત કર્યું, વર્ષ 2020-2021 બીએસસી, શિકાગો   ક્ષેત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો  લાવવા માટે 2007 થી સેવા આપી રહ્યું છે અને હવે તેમાં આ વરસે  1500 સભ્યો સુધી ની સંખ્યા  પહોંચી  છે. બીએસસી નાટક, સાંસ્કૃતિક કાર્યક્રમો , હોળી સેલિબ્રેશન, નવા વર્ષની ઉજવણી , દિવાળી અને ઈન્ડિયા ડેની  ઉજવણી જેવા ઘણા બધા કાર્યક્રમોનું આયોજન કરે છે. અમે નવી ટીમને વર્ષ 2020-21 માટે તમામ શુભેચ્છા પાઠવીએ છીએ

ભારતીય સિનિયર સિટીજન ઓફ શિકાગો એ વર્ષ 2020-2021 માટે નવી કાર્યકારી સમિતિમાં ડાબે  થી જમણે   ખુરશી પર બેઠેલા
પ્રવિણ અમીન, જયંતિ ઓઝા, રક્ષિકા  અંજારિયા, હરીભાઇ પટેલ, ઇન્દુભાઇ વાઘાણી, મદારસંગ ચાવડા, મધુસુદન પટેલ, બાબુભાઇ લહેરી તથા ડાબે  થી જમણે   ઉભેલા
ભૂપેન્દ્ર શાહ, ચંદુ દવે, વિષ્ણુ પટેલ, પિનાકિન પટેલ, ચંદ્રકાંત પટેલ, રમણ પટેલ, અરૂણ શાહ, અમૃત પટેલ, શિલ્પા દેસાઈ, તથા જ્યોત્સના પટેલ દ્રષ્ટિગોચર થાય છે.તેવું સુશ્રી કલા ઓઝાના અહેવાલ દ્વારા શ્રી જયંતિ ઓઝાની યાદી જણાવે છે.

(1:00 pm IST)