Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

લોકમાન્ય તિલક એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા: 40 મુસાફરો ઘાયલ અને 5 અતિ ગંભીર

ઓરિસ્સાના કટકમાં માલગાડીના ગાર્ડવૈન સાથે ટ્રેનની ટક્કર થયા બાદ ડબ્બા પાટા પરથી ઉતરી ગયા

કટક :ઓરિસ્સાના કટકમાં વહેલી સવારે 12879 નંબરની લોકમાન્ય તિલક એક્સપ્રેસના 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા. આ ટ્રેન અકસ્માતમાં 40થી વધુ મુસાફરો ઘાયલ થયા હોવાનું કહેવાઈ રહ્યું છે. જેમાંથી પાંચ મુસાફરોની હાલ અતિગંભીર છે. કહેવાઈ રહ્યું છે કે, માલગાડીના ગાર્ડવૈન સાથે ટ્રેનની ટક્કર થયા બાદ 8 ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા.

ઘટનામાં ઘાયલ લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. અકસ્માતના સ્થળ પર ગાઢ ઘુમ્મસ હોવાને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં ભારે તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે. રેલવેએ હેલ્પલાઈન જાહેર કરી દીધી છે. જે નીચે મુજબ છે, જેના પરથી માહિતી મેળવી શકાય છે.

ભુવનેશ્વર હેડક્વાર્ટર ઓફિસ - 18003457401/402

 ભુવનેશ્વર સ્ટેશન - 0674-1072

પુરી - 06752-1072

(12:03 pm IST)