Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

નિર્ભયા કાંડ: ગરદનનું માપ લેતાં ચોધાર આંસુએ રડયા ચારેય દોષી: શાંત કરાવવા બોલાવવા પડ્યા કાઉન્સેલર

ચોધાર આંસુએ રડવા લાગ્યા અને ચારેય દોષિત જેલ અધિકારીઓને આજીજી કરવા લાગ્યા હતા.

નવી દિલ્હી : નિર્ભયા ગેંગરેપ અને હત્યા ના ચારેય દોષિતોને ફાંસીને લઈને કોર્ટ પ્રક્રિયા ચાલી રહી છે. નીચલી કોર્ટે ફાંસીની તારીખ 22 જાન્યુઆરી નક્કી કરી છે. જોકે, આ જધન્ય અપરાધના દોષી તમામ ન્યાયિક વિકલ્પો અજમાવાના પ્રયાસોમાં છે. આ દરમિયાન, તિહાડ જેલમાં નિર્ભયાના દોષિતોને ફાંસી પર લટકાવવાની તૈયારીઓ ચાલી રહી છે

 

 . મીડિયા રિપોર્ટ્સ મુજબ, જેલ પ્રશાસને ચારેય દોષિતોના ગળાનું માપ પણ લઈ લીધું છે. જોકે, આ દરમિયાન તમામ દોષી (મુકેશ સિંહ, અક્ષય ઠાકુર, વિનય શર્મા અને પવન ગુપ્તા) ચોધાર આંસુએ રડવા લાગ્યા. ચારેય દોષિત જેલ અધિકારીઓને આજીજી કરવા લાગ્યા હતા.

   જેલના અધિકારીઓએ ગળાનું માપ લેતાં જ નિર્ભયા કાંડના ચારેય દોષિતો ચોધાર આંસુએ રડવા લાગ્યા. સ્થિતિ એટલી બગડી ગઈ કે જેલ અધિકારીઓએ તેમને ચૂપ કરાવવા અને સાંત્વના આપવા માટે કાઉન્સેલર પણ બોલાવવા પડ્યા હતા

 ટાઇમ્સ ઑફ ઈન્ડિયામાં પ્રકાશિત રિપોર્ટ મુજબ, કાઉન્સેલરની એટલા માટે મદદ લેવી પડી કારણે કે આ લોકો કોઈ ખોટું પગલું ઉઠાવી ન લે. સૂત્રોએ જણાવ્યું કે ડમી ફાંસી દરમિયાન રેતની બોરીઓનો ઉપયોગ કરવામાં આવ્યો, જેનો ભાર દોષિતોના વજનથી લગભગ દોઢ વણું વધું હતું.

(12:02 pm IST)