Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

રામાયણના યુગમાં પુષ્પક વિમાન હતું, અર્જુનના તીરમાં પરમાણુ શકિત હતીઃ ધનખડ

પશ્ચિમ બંગાળના રાજયપાલ પોતાના વિચિત્ર નિવેદનોને લઇને ચર્ચામાં

કલકત્તા તા. ૧૬ :.. પશ્ચિમ બંગાળના રાજયપાલ જગદીપ ધનખડે એવો દાવો કર્યો કે રામાયણના યુગમાં પુષ્પક વિમાન હતું અને મહાભારતના અર્જુના તીરમાં પરમાણુ શકિત હતી. કલકતામાં એક કાર્યક્રમ દરમ્યાન ધનખડે કહયું કે આ ર૦ મી સદીમાં નહીં, પરંતુ રામાયણના દિવસોમાં આપણી પાસે પુષ્પક વિમાન હતું. તેમણે જણાવ્યું કે સંજયે મહાભારતનું સંપૂર્ણ યુધ્ધ ધૃતરાષ્ટ્રને સંભળાવ્યું, પરંતુ ટીવી જોઇને નહીં. મહાભારતાં અર્જુનના તીરમાં પરમાણુ શકિત હતી. મહાકાવ્ય મહાભારતમાં એવો પ્રસંગ છે કે કુરુક્ષેત્રના યુધ્ધ દરમ્યાન સંજયે હસ્તિનાપુરમાં બેસીને દૃષ્ટિહીન નરેશ ધૃતરાષ્ટ્રને આંખે જોયેલો અહેવાલ સંભળાવ્યો હતો આનું કારણ એ છે કે સંજય પાસે દિવ્યદૃષ્ટિ જેવી કોઇક શકિત હતી. જગદીપ ધનખડે જુલાઇ ર૦૧૯ માં પશ્ચિમ બંગાળના રાજયપાલ તરીકે શપથ ગ્રહણ કર્યા હતાં. તેઓ કાયમ પોતાનાં વિચિત્ર નિવેદનો અને મમતા બેનરજી સરકાર સાથે સંઘર્ષને લીધે ચર્ચામાં રહે છે.

(11:26 am IST)