Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

દાઉદ અત્યારે કરાચીમાં રહે છે આ રહ્યાં તેનાં સરનામાં!

મુંબઇ પોલીસે પકડેલા એજાઝ લાકડાવાલાએ આપી માહીતી

મુંબઇ તા ૧૬  : અન્ડરવર્લ્ડ ડોન દાઉદઇબ્રાહીમના એક સમયના વિશ્વાસુ સાથે એજાઝ લાકડાવાલાએ મુંબઇ પોલીસની તપાસમાં મહત્ત્વની માહિતી આપી છે. ૧૯૯૩માં મુંબઇમાં સિરિયલબ્લાસ્ટ કરાવીને સેંકડો લોકોને મોતને ઘાટ ઉત્તારનાર મુખ્ય આરોપી દાઉદ આજે પણ કરાચીમાં જ રહેતો હોવાનું કહીને લાકડાવાલાએ તેનું સરનામું પણ મુંબઇ પોલીસને આપ્યું છે.એજાઝ લાકડાવાલા અત્યારે મુંબઇ પોલીસના તાબામાં હોવાથી આજે તેની પુછપરછ દરમ્યાન તેણે દાઉદ ગેન્ગની મહત્વની માહિતી પોલીસને આપી છે. લાકડાવાલાના દાવા મુજબ દાઉદનાં કરાચીમાં બે ઘર છે. કરાચીંના ડિફેન્સ હાઉસિંગ વિસ્તારમાં દાઉદનું એક ઘર છે, જયારે બીજુ ઘર કિલફટનમાં છે. આ બન્ને ઘરના સરનામાં લાકડાવાલાએ પોલીસને આપ્યાં છે.

એક તપાસ અધિકારીના હવાલાથી આઇ.એ.એન.એસ.માં આ સમાચાર છપાયા છે. પાકિસ્તાનની જાસુસી સંસ્થા આઇ.એસ.આઇ. એ દાઉદને વિદેશ જવા માટે બનાવટી પાસપોર્ટ મેળવવામાં મદદ કરી હોવાનું રહસ્ય લાકડાવાલાએ પોલીસને કહ્યું છે. દાઉદ સાથે તેનો નાનો ભાઇ અનીસ ઇબ્રાહીમ અને તેનો રાઇટ હેન્ડ શકીલ પણ બોગસ પાસપોર્ટ હોવાની માહીતી પણ એજાઝ લાકડાવાલાએ આપી છે.

(11:26 am IST)