Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

બજેટમાં LTCG નાબુદ થાય તેવી શકયતા

જંગી ડિસઇન્વેસ્ટમેન્ટ યોજનામાં વૈશ્વીક રોકાણકારોનો રસ વધે તેવા પ્રયાસ થશે : હોલ્ડીંગ ગાળો બે વર્ષ કરાશે

મુંબઇ તા. ૧૬ : કેન્દ્ર સરકાર આગામી બજેટમાં લિસ્ટેડ ઇકિવટી પર લોંગ ટર્મ કેપિટલ ગેઇન્સ ટેકસ (LTCG) નાબુદ કરવા વિચારે છે. તેનાથી આગામી કેટલાંક વર્ષોમાં સરકારની ડિસઇન્વેસ્ટમેન્ટ યોજનામાં વૈશ્વિક રોકારણકારોને આકર્ષી, શકાશે તેવી આશા છે.

સરકાર 'લોંગ ટર્મ'ની વ્યાખ્યા પણ બદલીને એક વર્ષના બદલે બે વર્ષ કરે તેવી શકયતા છે. તેમ સુત્રોએ કહ્યું હતું. હાલમાં એક વર્ષ માટે હોલ્ડિંગ રાખવામાં આવે તો તેને લોંગ ટર્મ ગણવામાં આવે છે અને તેના પર ૧૦ ટકા LTCG લાગે છે.

જાણકારોએ કહ્યું કે સરકારે કેટલાક વરિષ્ઠ રેવન્યુ અધિકારીઓ અને ટેકસ એડ્વાઇઝર્સસાથે વાત કરી છે અને રોકાણ પર તેની કેવી અસર પડશે તેની ચર્ચા કરી છે નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિદેશી રોકાણકારોને વચન આપ્યું હતું કે તેમની સરકાર ઇકિવટી ઇન્વેસ્ટમેન્ટ પરના ટેકસના દર વૈશ્વિક ધોરણોની સમકક્ષ કશે. તેથી LTCG  માં ઘટાડો એ આ દિશામાં પગલું હશે.

સૂત્રોએ કહ્યુંં કે સરકાર સ્ટ્રેટેજિક રોકાણકાર અને લાંબા ગાળાના રોકાણકાર વચ્ચે એક તફાવત રાખવા માંગે છે.LTCG  લાગુ કરવામાં આવ્યો તેને માત્ર બે વર્ષ થયાંછે તેથી તેમાં કાપ મુકવો યોગ્ય નહી  ગણાય. પરંતુ વિદેશી રોકાણકારો માટે તે મહત્વનો છે અનેતેથી હોલ્ડિંગ ગાળો વધારીને બે વર્ષ કરવામાં આવે તો લાંબા ગાાના રોકાણકારોને તે ફાયદાકારક રહેશે.

ટેકસની આવક વધારવા અને લિસ્ટેડ ઇકિવટીમાં અપાતા લાભ મર્યાદિત કરવા માટે નાણાકીય વર્ષ ર૦૧૯ ના બજેટમાં ત્ઞિન્ ટેકસ નવેસરથી રજુ કરાયો હતો.ટેકસ નિષ્ણાતોએ જણાવ્યું કે વૈશ્વિક સ્તરેમોટા ભાગના બજારોમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (એફપીઆઇ) પર કોઇ કેપિટલ ગેઇન્સ ટેકસ હોતો નથી અને તેને દુર કરવા માટે રોરકાણકાર સમુદાય તફથી માંગ કરવામાં આવી હતી. લોકોએ કહ્યું કે ઘણા વિદેશી રોકારણકારો ભારતની ડિસાઇન્વેસ્ટમેન્ટ યોજનામાં રોકાણ કરાતાં પહેલા આ અંગે સ્પષ્ટતા ઇચ્છતા હોય છે. ટેકસ સલાહકાર કંપની ધ્રુવા એડ્વાઇઝર્સના સીઇઓ દિનેશ કાનાબારે જણાવ્યું કે, ''સરકારની ડિસાઇન્વેસ્ટમેન્ટ યોજના સફળ થાય તે માટે મજબુત કેપિટલ માર્કેટ મહત્વ ધરાવે છે. લિસ્ટેડ સિકયોરિટીઝ પરે.LTCGના કારણે મુશ્કેલીઓ વધી છે અને તેની સામેરેેવન્યુ મળતી નથી. ઘણા એફપીઆઇ અને બીજા રોકાણકારો લિસ્ટેડ શેર્સ માટે ે.LTCGટેકસ થવાની અપેક્ષા છે.  કારણ કે પીએમ મોદીએ યોર્કમાં ખાતરી આપી હતી કેસરકાર કેપિલટલ ગેમ્સ અંગે પુનઃવિચાર કરશે'' અન્ય એક વ્યકિતએ કહ્યું મોટા ભાગના વિકસિત દેશોમો.LTCG ટેકસ ન રકારને ઇન્વેસ્ટર્સ ફોરમ તરફથી પણ સુચના કરી છેકે જંગી રોકાણ પર આવો ટેકસ લાદવામાં અને રોકાણકારોને આકર્ષવા મૂશ્કેલ બને છે.કેટલાક રોકાણકારોએ કહ્યું છે. કેે.LTCGઅને બીજા ટેકસ સંબંધિત પ્રશ્નોના કારણે તેઓ કોઇ પણ ડિસઇન્વેસ્ટમેન્ટ પ્લાનમાં રોકાણ કરવાનું ટાળશે.

(11:24 am IST)