Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ઓડિશાઃ માલગાડી સાથે ટકરાઈ મુંબઈથી ભુવનેશ્વર જતી ટ્રેનઃ ૪૦ ઈજાગ્રસ્ત

કટક, તા.૧૬: ઓડિશાના કટકમાં આજે ગુરુવારે સવારે ભારે ધુમ્મસના કારણે ટ્રેન દુર્દ્યટના ઘટી છે. જેમાં પ્રાથમિક રિપોર્ટ અનુસાર ૪૦ પેસેન્જર્સ ઈજાગ્રસ્ત થયાના અહેવાલ સાંપડી રહ્યા છે. જે પૈકી ૫ વ્યકિતની સ્થિતિ અતિશય ગંભીર હોવાનું કહેવામાં આવે છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. ભારે ધુમ્મસના કારણે બચાવ અને રાહત કાર્યમાં વધુ સમય લાગી રહ્યો છે.

અહેવાલ અનુસાર આ દુર્દ્યટનામાં મુંબઈથી ભુવનેશ્વર જતી લોકમાન્ય તિળક એકસપ્રેસના અનેક ડબ્બા પાટા પરથી ઉતરી ગયા છે.

દુર્દ્યટના ગુરુવારે સવારે ૭ વાગ્યા આસપાસ સલાગાંવ અને નિરંગુડી રેલવે સ્ટેશન વચ્ચે દ્યટી છે. ટ્રેન નંબર ૧૨૮૭૯ લોકમાન્ય તિળક એકસપ્રેસ ટ્રેન પાટા પરથી ખડી પડી હતી.

(11:23 am IST)