Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

ઓગસ્ટમાં જ રૂ. ૩૦ નો ભાવ વધારો થયો'તો

રાંધણ ગેસના બાટલાનો ભાવ ૬ મહિનામાં રૂ. ૬ર વધ્યોઃ ગૃહિણીઓમાં ભારે દેકારો

નવી દિલ્હી તા. ૧૬ :.. સબસિડી હેઠળના રાંધણ ગેસના ભાવમાં છેલ્લા છ મહિનામાં રૂ. ૬ર અથવા ૧૩ ટકાનો વધારો થયો છે. આ બાબત પર બહુ ઓછા લોકોનું ધ્યાન ગયું છે કારણ કે ઇંધણ સબસિડી ઘટાડવાની સરકારની યોજના પછી ઓઇલ  કંપનીઓએ ભાવ છાપવાના બંધ કરી દીધા છે.

ગેસ સબસીડીમાં કાપ મુકવાના કારણે સરકાર પાસે બીજી જગ્યાએ ખર્ચ કરવા માટે વધુ નાણાં બચશે. ચાલુ વર્ષમાં રેવન્યુ કલેકશનનો ટાર્ગેટ ઘટયો છે તેથી સરકારને આવકની જરૂર છે પરંતુ રાંધણ ગેસનો ઉપયોગ કરતા પરિવારોને ફટકો પડશે કારણ કે ફુગાવો પાંચ વર્ષની ટોચ પર છે.

સરકારી ઓઇલ કંપનીઓને સબસિડી હેઠળના રાંધણ ગેસના ભાવમાં ઓગસ્ટમાં સિલિન્ડર દીઠ રૂ. ૩૦ નો વધારો કર્યો હતો. ત્યાર પછી પાંચ મહિનામાં રૂ. ૩ર નો વધારો કરવામાં આવ્યો છે. ર૦૧૯ ના મધ્ય પહેલાં પાંચ વર્ષના ગાળામાં સિલિડરના ભાવમાં કુલ રૂ. ૮ર નો વધારો થયો હતો જયારે ત્યાર પછી ફકત છ મહિનામાં ગેસ સીલીન્ડર રૂ. ૬ર મોંઘો થયો છે.

સરકારે ઓગસ્ટમાં રાંધણ ગેસના સિલીન્ડરના ભાવમાં તીવ્ર વધારાનો આદેશ આપ્યો હતો અને પછી દર મહિને ચાર રૂપિયાનો વધારો કરવા કહયું હતું પરંતુ વાસ્તવમાં ભાવ વધારો ઘણો મોટો છે.(પ.૬)

(11:12 am IST)