Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

શેરબજારમાં તેજીઃ સેન્સેકસ ઇન્ટ્રા-ડે ૪ર૦૦૦ને પાર

અમેરિકા-ચીન ટ્રેડ ડીલની અસર : બપોરે ર.૧પ કલાકે સેન્સેકસ ૯૩ અપ સાથે ૪૧૯૬પ તથા નીફટી ૧ર૩૬૭

મુંબઇ તા. ૧૬ :.. અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ ડીલ થતા પહેલા અમેરિકાના બજારમાં તેજી બાદ અહીંના બજારમાં તેજી જોવા મળી છે. સેન્સેકસે આજે ઇતિહાસ રચી ૪ર૦૦૦ ની હાઇ સપાટી વટાવી હતી જો કે બપોરે સેન્સેકસ હાઇથી પાછો ફર્યો હતો. ર.૧પ કલાકે સેન્સેકસ ૯૩ અપ સાથે ૪૧૯૬પ અને નીફટી ર૪ અપ સાથે ૧ર૩૬૭ ઉપર ટ્રેડ કરે છે.

આજે સેન્સેકસે ૪ર૦પ૯ ની સપાટી દર્શાવી હતી. બજારમાં બેંક, એફએમસીજી, રિયલ્ટીમાં તેજી જોવા મળી રહી છે.

આજે સનફાર્મા, હિન્દુ - યુનિ., પાવરગ્રીડ, બજાજ ઓટો ઉછળ્યા હતાં.

(3:33 pm IST)