Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

બેંક કામદારોનાં પગાર વધારાનો પ્રશ્ન ર૦૧૬થી લટકતો રહેતા હવે સંઘર્ષનાં મંડાણઃ પડશે હડતાલ

૩૧ જાન્યુઆરી અને ૧લી ફેબ્રુઆરીએ બે દિવસની હડતાલ : ર૧-ર૧ બેઠકો થઇ, પરિણામ શુન્યઃ હવે ધીરજનો અંતઃ ગુજરાત બેંક વર્કર્સ યુનિયન : માર્ચ-એપ્રિલમાં હડતાલોની વણઝાર

રાજકોટ તા. ૧૬ :... બેન્ક કર્મચારીઓના પગાર વધારા તેમજ સભ્ય માગણીઓને લઇ કર્મચારીઓના સંગઠન યુએફબીયુ જેમાં નવ કર્મચારી-અધિકારીઓના સંગઠન સામેલ છે. તેની સાથે આઇબીએએ છેલ્લા ઘણા સમયથી લગભગ ર૧ બેઠકો યોજાય છે. પરંતુ કર્મચારીઓની મુખ્ય માગણીઓ પ્રત્યે આઇબીએના કઠોર વલણને લીધે વાટાઘાટોમાં કોઇ નકકર ઉકેલ આવી શકેલ નથી. તેમ ગુજરાત બેંક વર્કર્સ યુનિયનના મહામંત્રી  કે. પી. અંતાણીની યાદી જણાવે છે કે કર્મચારીઓની માગણી છે કે, (૧) કર્મચારીઓના પે સ્લીપ પર ર૦ ટકાનો પગાર વધારો. (ર) પાંચ દિવસનું બેકીંગ કામકાજ (૩) સ્પેશ્યલ એલાવન્સનું મુળ પગારમાં મર્જર (૪) નવી પેન્શન યોજના નાબુદ કરી જુની પેન્શન યોજના અમલમાં મુકવી (પ) પેન્શન અપડેશન (૬) ફેમીલી પેશનમાં સુધારણા (૭) બેન્કના ઓપરેટીંગ પ્રોફીટ પર સ્ટાફ વેલફેર ફંડની ફાળવણી  (૮) નિવૃતીના લાભ પર પુરેપુરી ઇન્કમટેક્ષમાંથી રાહત (૯) બેન્કના કામકાજ લંચ પીરીયડ વગેરેનો શાખાઓમાં એક સરખો સમય (૧૦) લીવ બેન્કની પ્રથામ અમલમાં મુકવી. (૧૧) અધિકારીઓ માટે નિશ્ચીત કામના કલાકો. (૧ર) સરખા કામ માટે સરખુ વેતન કરારી કર્મચારીઓ, બીઝનેશ કોરસપોન્ડસના કર્મચારીઓ માટે યાદી જણાવે છે કે,

ઉપરોકત માગણીઓના સમર્થનમાં ર૦૧૬ ની સાલથી વાટાઘાટ ચાલે છે પરંતુ આજ દિવસ સુધી કોઇ નકકર ઉકેલ આવેલ નથી પગાર વધારાની ર ટકાની આઇબીએની ઓફર હતી તે લગભગ ૧ર ટકા સુધી પહોંચી છે તે કર્મચારીઓને આજની મોંઘવારીના સમયમાં ગ્રાહય નથી અન્ય માગણીઓની સ્વીકારવાની પણ કોઇ તૈયાર નથી.  ઉપરોકત સંજોગોમાં નવ સંગઠનો ના બનેલ યુનાઇટેડ ફોરમ ઓફ બેન્ક યુનિયને તા. ૩૧ જાન્યુ. અને ૧ ફેબ્રુઆરીના બે દિવસનું હડતાલનું એલાન કરેલ છે.

માર્ચ મહિનામાં તા. ૧૧-૧ર-૧૩ સતત ત્રણ દિવસની હડતાલ અને ૧ એપ્રિલ ર૦ર૦ થી અચોકકસ મુદતની હડતાલ પાડવાનું જાહેર કરેલ છે. હડતાલને કારણે બેન્કના ગ્રાહકને તકલીફ પડે તે બદલ અમો દિલગીરી છીએ. તેમ યાદીના અંતે જણાવાયું છે.

(3:45 pm IST)