Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

નોન-સ્ટોપ ૧૨૦૦ની સ્ટ્રાઇક કરીને રેકોર્ડ બનાવ્યો પાંચ વર્ષના આ બાળકે

હૈદરાબાદ તા. ૧૬ : પાંચ વર્ષના છોકરાએ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન પામવું એક સિદ્ઘિ છે, જે મેળવવા માટે તેણે અથાક મહેનત કરવી પડી છે. હૈદરાબાદના પાંચ વર્ષના આશમન તનેજાએ એક કલાક સુધી સતત ફુલ કોન્ટેકટની સ્ટ્રાઇક કરીને ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્સમાં પોતાનું નામ નોંધાવ્યું છે.

આશમન યુએસ વર્લ્ડ ઓપન તાઇ કવાન્ડોમાં સિલ્વર મેડલનો વિજેતા છે તથા ગિનેસ વર્લ્ડ રેકોર્ડ પણ ધરાવે છે. આશમનના પિતા આશિષ તનેજાએ જણાવ્યું હતું કે આશમને સફળતાપૂર્વક એક કલાક સુધી અટકયા વિના ૧૨૦૦ની સ્ટ્રાઇક કરીને રેકોર્ડ બનાવી સૌને ચકિત કરી દીધા છે. આટલી નાની વયે આ ઉપલબ્ધિ મેળવવા માટે આશમને ઘણી સખત મહેનત કરી છે.

વાસ્તવમાં આશમન તેની બહેનથી પ્રભાવિત છે. તેની બહેન પણ તાઇ કવાન્ડો પ્લેયર છે અને આશમને તેની પાસેથી જ પ્રશિક્ષણ લીધું છે. આશમને કહ્યું કે મારી બહેને જયારે બે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા ત્યારે મને પણ ગિનેસ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની પ્રેરણા મળી હતી.ઙ્ગ(૨૧.૪)

(10:49 am IST)