Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

૧લી એપ્રિલથી ૩૦ સપ્ટે. સુધી પ્રથમ ચરણ

વસ્તી ગણરીમાં ઘરના મુખિયા કોણ છે? સહિતના લોકોને 'ખાસ' સવાલો પુછાશે

નવી દિલ્હી, તા.૧૬: વસ્તી ગણતરી ૨૦૨૧નો પહેલુ ચરણ ૧ એપ્રિલથી ૩૦ સપ્ટેમ્બર સુધી કરવામા આવશે. આ ચરણનું નામ હાઉસહોલ્ડ લિસ્ટીંગ છે. વસ્તી ગણતરીના પહેલા ફેઝમાં સવાલ હાઉસહોલ્ડ પર આધારિત રહેશે, ન કે ઈન્ડિવિઝયુઅલ આધારિત... પહેલા ફેઝમાં ઘરના કર્તાધર્તા કોણ છે, ઘરમાં કઈ-કઈ સુવિધા છે, કેટલાક લોકો છે તે સવાલો સામેલ હશે.

બીજો ફેઝ ૨૦૨૧ ફેબ્રુઆરીમાં હશે, જેમાં વ્યકિતગત સવાલ હશે. પહેલા ફેઝમાં ઘરમાં કેટલાક લોકો રહી રહ્યાં છે, તેની સંપૂર્ણ ડિટેઈલ લેવાશે, જેથી એ માલૂમ પડી શકે કે ગણતરી કરનારી વ્યકિત કેટલી વસ્તી ગણતરીને કવર કરી રહ્યો છે. ૨૦૨૧ મતગણતરીમાં સરકારી કર્મચારીઓ એ વિસ્તારોમાં હેલિકોપ્ટરથી થશે, જયાં જવુ મુશ્કેલ હશે. જોકે, ગત ૨૦૧૧ની વસ્તી ગણતરીમાં તેના વિશે માહિતી મળી ગઈ હતી, પરંતુ આ વખતે તેનો વિસ્તૃત રીતે ઉપયોગ કરી શકાશે.

કમુરતા ઉતરતા આખરે ગ્થ્ભ્ કાર્યકર્તાઓની ધીરજનો અંત આવશે, જલ્દી જ થશે નવા પ્રદેશ પ્રમુખની જાહેરાત

પહેલા ફેઝમાં હાઉસ લિસ્ટીંગ પ્રોસેસ પણ સામેલ હશે. જેમાં ૩૧ ટોપિક કવર કરીને ૩૪ સવાલ સામેલ કરાયા છે. ઘરમાં ઈન્ટરનેટ છે કે નહિ, મેલ-ફિમેલ કે ટ્રાન્સજેન્ડર છે કે નહિ, ઘરના મુખિયા કોણ છે, સોર્સ ઓફ ડ્રિંકીંગ વોટર પેકેજ કે સપ્લાય છે, આ તમામ સવાલો કંઈક આવી રીતે પૂછવામાં આવશે.

આ વખતે પહેલીવાર આ સવાલો પૂછવામાં આવશે....

ઘરમાં રહેલું શૌચાલ કમ્બાઈન્ડ છએ કે, માત્ર આ ઘર માટે જ છે

ઘરના માલિકનું અન્ય કયાંય ઘર છે કે નહિ...

કિચનમાં એલપીજી કનેકશન છે કે નહિ અને કુકિંગ એનર્જિનો મુખ્ય સ્ત્રોત શું છે

રેડિયો કે ટીવી કયા ડિવાઈસ પર ઉપયોગમાં લેવાઈ રહ્યો છે અને ટીવી ડીટીએચ કે શાનાથી કનેકટેડ છે

બેંક એકાઉન્ટ વિશે દરેકને વ્યકિતગત રીતે પૂછવામાં આવશે. ઘરમાં મોબાઈલ નંબર આપવા માંગતા હોવ તો ઘરના લોકો આપી શકે છે.

(10:46 am IST)