Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

પશ્ચિમ બંગાઇમા સીએએનું સમર્થન કરતા કેન્દ્રીય મંત્રી દેબશ્રી ચૌધરી સામે દેખાવોઃ મંત્રીનો કાફલો અટકાવ્યો

પોતાના સંસદ ક્ષેત્ર રાયગંજમા નાગરિકતા સંશોધન કાનૂનના સમર્થનમા જતી વખતે પ્રચંડ વિરોધ પ્રદર્શન

         કેન્દ્રીય મંત્રી દેબશ્રી ચૌધરી બુધવારના નાગરિકતા સંશોધન કાનૂન (સીએએ) ના સમર્થનમાં અભિયાન ચલાવવાને કારણે દિનાજપુર જીલ્લામા઼ પોતાના સંસદીય ક્ષેત્ર રાયગંજમાં વિરોધનો સામનો કરવો પડયો.

         મંત્રીએ આના માટે તૃણમુલ કોંગ્રેસના કાર્યકરોને જવાબદાર ઠેરવ્યા છે. નાગરિકતા કાનૂન સમર્થનમાં આયોજિત કાર્યક્રમમાં નારાજ પ્રદર્શનકારીઓએ રસ્તો રોકી લીધો હતો. દેબશ્રીએ આરેાપ લગાવ્યો કે તૃણમુલ કોંગ્રેસ આ મુદા પર આમ લોકોને ગુમરાહ કરી રહી છે. તૃણમુલ કોંગ્રેસના સ્થાનિય નેતાઓએ આ ઘટનામાં પોતાનો હાથ હોવાનો ઇન્કાર કર્યો છે. એમનું કહેવું છે કે સ્થાનિય લોકોએજ વિરોધ પ્રદર્શન કર્યુ.

(11:48 pm IST)