Gujarati News

Gujarati News

News of Thursday, 16th January 2020

અમેરિકા ખાતેના ભારતીય દૂતાવાસમાં હિન્દી ભાષા શીખવા માટેના વર્ગો શરૂ : આવતીકાલ 16 જાન્યુઆરીથી શરૂ થનારા વર્ગોમાં તમામ માટે વિનામૂલ્યે પ્રવેશ

વોશિંગટન : અમેરિકામાં વસતા ભારતીયો સહીત વિદેશી લોકોને વિનામૂલ્યે હિન્દી ભાષા શીખવવા માટે ભારતીય દૂતાવાસમાં હિન્દી વર્ગો શરૂ કરાયા છે જેમાં ગયા વર્ષ કરતા આ વર્ષે વધુ લોકો જોડાયા છે.
આ પ્રકારના વર્ગો શરૂ કરવાનો હેતુ હિન્દી ભાષાનો વ્યાપ વધારવાની સાથે વિદેશીઓ તેમજ સ્થાનિક ભારતીયોને વતનની સંસ્કૃતિથી વાકેફગાર કરવાનો છે.વર્ગો આવતીકાલ 16 જાન્યુઆરીથી શરૂ થશે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:23 pm IST)