Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

દુબઈમાં રણની વચ્ચોવચ બનાવાયું ‘લવ લેક’: બુર્જ ખલિફાની નજીક રણની મધ્યમાં તળાવ

આકાશમાંથી દેખાશે ‘Love’ : હાર્ટ શેપનું લેકનો અદભુત નઝારો :ટ્રિપને બનાવશે યાદગાર

 

દુબઈ હંમેશા કંઈક અલગ, વિચાર્યું ના હોય તેવી વસ્તુઓ બનાવવા માટે જાણીતું છે.દરિયાની મધ્યમાં તાડના ઝાડના આકારનો ટાપુ હોય કે વિશ્વનું સૌથી ઊંચું બિલ્ડિંગ બુર્જ ખલીફાની ખ્યાતિ દુનિયામાં ફેલાઈ છે ત્યારે દુબઈએ ફરી એકવાર અદ્ભૂત કરામત કરી છે. રણની વચ્ચોવચ જબરદસ્ત આકર્ષણ ઊભું કર્યું છે.

 

  જો તમે રણમાં મૃગજળ વિશે સાંભળ્યું હશે તો તમને અંદાજો હશે કે નજર પહોંચે ત્યાં સુધી દેખાતા રેતી રેતીવાળા રણની મધ્યમાં વિશાળ તળાવ જોઈને કેવી લાગણી થાય. તાજેતરમાં દુબઈમાં એક તળાવ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં બે હાર્ટ એકબીજામાં ગૂંથાયેલા છે. થોડા દિવસ પહેલા દુબઈના ક્રાઉન પ્રિન્સે તળાવનું ઉદ્ઘાટન કર્યું. ત્યારથી સોશિયલ મીડિયા પર તળાવની ચર્ચા છે. તળાવ એટલું મોટું છે કે Google Earth પર પણ જોઈ શકાય છે.
 
તળવાનું નામલવ લેકરાખવામાં આવ્યું છે. તળાવ બુર્જ ખલીફાથી 50 કિલોમીટર દૂર આવેલા અલ કદ્ર (Al Qudra)ના આર્ટિફિશિયલ લગૂન્સ પાસે તૈયાર કરાયું છે. દુબઈના ક્રાઉન પ્રિન્સ શેખ હમદાન બિન મોહમ્મદ બિન રાશિદ અલ મક્તોમે ઈન્સ્ટાગ્રામ પર લેકની તસવીર શેર કરી હતી ત્યારથી ઈન્ટરનેટ પર ટ્રેંડ કરી રહી છે.
 
રિપોર્ટ પ્રમાણે લેક અલ કદ્રથી 700 મીટરના અંતરે છે. લેકની આસપાસ પ્રમાણે છોડ રોપવામાં આવ્યા છે કે જ્યારે આકાશમાંથી જોઈએ તો ‘LOVE’ શબ્દ વંચાય. લેક આમ તો રણની મધ્યમાં બનાવાયું છે તેમ છતાં લેક સુધી પહોંચવા માટે સત્તાધીશોએ રોડ પર સાઈન બોર્ડ લગાવ્યા છે જેથી લેક શોધવામાં તકલીફ પડે.
 
હાર્ટ શેપનું લેક બનાવીને દુબઈએ સાબિત કરી દીધું કે પ્રેમની વાત આવે ત્યારે કશું નડતું નથી. તો હવે દુબઈનો પ્રવાસ કરો ત્યારે વધુ એક જોરદાર જગ્યા તમારી રાહ જોવે છે. લવ લેક તમારી ટ્રીપને વધુ યાદગાર બનાવશે.

(12:52 am IST)