Gujarati News

Gujarati News

News of Friday, 14th December 2018

છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે ભૂપેશ બધેલની વરણી? : જોકે હજુ કોંગ્રેસ તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી

ટીએસ સિંહ દેવ. ચરણદાસ મહંત અને તામ્રધ્વજ સાહુ પણ હતાં રેસમાં

 

રાયપુર : આખરે છત્તીસગઢના મુખ્યમંત્રી તરીકે ભૂપેશ બુધેલની વરણી થયાનું જાણવા મળે છે જોકે હજુ સત્તાવાર જાહેરાત થવી બાકી છે ભૂપેશ બધેલના નિવાસસ્થાને ઉજવણીનો માહોલ છે. સેકડો સંખ્યામાં સમર્થકો ભેગા થયા છે. મોટી સંખ્યામાં ભેગા થયેલા સમર્થકો ઉજવણી અને આતશબાજી કરી રહ્યા છે.

 

    છત્તીસગઢમાં મુખ્યમંત્રીની રેસમાં ચાર નામો સૌથી આગળ હતા. જેમાં ભૂપેશ બધેલ, ટીએસ સિંહ દેવ. ચરણદાસ મહંત અને તામ્રધ્વજ સાહુનો સમાવેશ થતો હતો. રેસમાં પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભૂપેશ બધેલ સૌથી આગળ હતા

 

છત્તીસગઢ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને સૂબેમાં કદાવર નેતાના રૂપમાં ઓળખાય છે. વિવાદો સાથે બધેલને સારો એવો સંબધ રહ્યો છે. વીતેલા વર્ષે સેક્સ સીડી કાંડ પછી બધેલ અચાનક વિવાદોમાં સપડાયા હતા અને જેલમાં પણ જવું પડયું હતું. તાજેતરમાં કોંગ્રેસની જીત પાછળ બધેલનું મોટુ યોગદાન રહ્યું છે. બધેલ પાટન બેઠક પર હાલ ધારાસભ્ય છે

(12:37 am IST)